________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ પ્રકાશ, દુકામાં બ્રહ્મચર્યને મહિમા વર્ણવી ન શકાય એ અપરંપાર છે. મન, - - કાયાની પવિત્રતા રાખવી એટલે આપણા વિચાર વાણી અને આચાર શુદ્ધ Cii રાખવા એનું નામ સુનીલ ગૃહશે પરસ્ત્રીને પિતાની માતા, બહેન કે પુત્રી જેવીજ લેખવી જોઈએ; ને એ પરપુરૂષને પિતાના પિતા, બાંધવ કે પુત્ર જેવા જ લેખવા જોઈએ. મનથી, વચનથી કે કાયાથી એ નિયમનું ઉલંઘન થવું ન જોઈએ. જેનાં વિચાર પવિત્ર, જેનાં વચન પવિત્ર અને જેનાં આચરણ પવિત્ર જ હોય તે આ લોકમાં પણ પુષ્કળ પ્રશંસા પામે છે અને પરલેકમાં પણ સુખી થાય છે. જેના વિચાર ભંડા, જેનાં વા ચન ભુંડા અને જેના આચાર ભુંડા જ હોય છે તે પામર જી આ લેકમાં પણ પુષ્કળ નિંદાપાત્ર બને છે અને પરલોકમાં પણ નીચી ગતિ પામે છે. ક્ષણભરના અસાર વિષયસુખને માટે નરકની અનંતી વેદના સહેવી પડશે. જ આંખ મીંચીને વિચારી જુઓ કે તે કેમ સહી શકાશે? જુઓ ! એક એક ઈદ્રિયની પરવશતાથી પતંગીઆ, ભમરા, માછલાં, હાથીઓ અને હરણીઆઓના કેવા બુરા હાલ થાય છે? તે પછી પાંચે ઈદ્ધિને પરવશ પડી રહેનારા જીવોના 'કેરાઈડ હાલ થશે તે વિચાર! જે કઈ પરઆશાના દાસ બને છે તેમને દુનિયા માત્રના દાસ બનવું પડે છે, પરંતુ જે કઈ આશાને મારી કબજે કરી શકે છે તેનું દાસપણું આખી દુઆ હદે છે. સાર એ છે કે ઈદ્રિયેના ગુલામ થઈ રહેવું તે મહા આપદાને જ છે, અને ઈદ્રિયને કબજે કરી રાખવી તે પરમ સુખ સંપદાનો માર્ગ છે. તે થી તમને પસંદ પડે તે આદર, પણ ભવિષ્યને વિચાર જરૂર કરજે, જેથી પરિણામે ગૌચ ન કરવો પડે અને સુખ સંપદા સહેજે આવી મળે. સહુને સુખ ગમે છે–હાલું લાગે છે. પરંતુ સુખને માર્ગ સેવવાથીજ તે મળી શકે છે. દુ:ખ કેને ગમે છે? પણ દુઃખને માર્ગ ત્યજવાથીજ તે (દુ:ખ)ને અંત આવી શકે છે. રાવણ જે રાજવી પણ અવળે રસ્તે ચડી જવાથી દુઃખી દુ:ખી થઈ અસ્ત થઈ ગયે, દુનિયામાં બહુ ફીટકાર પામ્યું અને છેવટ નરકે ગયા. તે ભૂલી નહિં જતાં સહુએ ચેતતા રહેવું જોઈએ. ખરા શીલના પ્રભાવથી સુદર્શન શેઠની શૂળી ભાંગીને સોનાનું સિંહાસન થઈ ગયું, દેવતાઓએ સુગંધી કુલેની દૃષ્ટિ કરી, રાજાએ બહુ સત્કાર કર્યો, દુનિયામાં ભારે યશવાદ થયે અને છેવટે શુદ્ધ ચારિત્રના પાલવડે પોતે શાશ્વતા સુખ પામ્યા. તેમ સહ ઉત્તમ સ્ત્રી પુરૂષ સદાય સુશીવતા સેવીને પરમ સુખી થવા યત્ન કરે. ઈતિમ. - સગુણાનુરાગી કરવિજયજી. For Private And Personal Use Only