________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રકુટધ અને ચર્ચા.
૩૫૩ જુદા લેખકોના ઉત્તમ લેખ સંગ્રહવામાં આવ્યા છે. બીજા લેખ સાથે ભાઈ પરમાણંદ કું. કાપડિયા. બી, એ. એલએલ, બી. તરફથી પણ એક લેખ તેમાં આપવામાં આવેલ છે. જૈન ધર્મમાં સ્ત્રીઓને સ્થાનકેવું આપવામાં આવેલ છે, સ્ત્રીઓની કેવી ગણત્રી કરવામાં આવી છે, કઇ કેટિ ઉપર તેને મૂકવામાં આવી છે તે બાબતને સુંદર લેખ તેમના તરફથી આપવામાં આવેલ છે. અન્ય ધર્મો કરતાં “સતી” શબ્દની વ્યાખ્યામાં જેને કેટલા આગળ વધેલા છે તે બાબત દર્શાવતાં તે લેખમાં લખવામાં આવ્યું છે કે –“સ્ત્રીવર્ગ સંબંધી જેનદર્શન હિંદુધર્મથી બહુ જુદા તથા વધારે વિશાળ ખ્યાલો ધરાવે છે. આ વાત સતી” શબ્દને પ્રત્યેક ધર્મમાં શું અર્થ થાય છે તે વિચારવાથી વધારે સ્પષ્ટ થશે. હિંદુધર્મ પ્રમાણે જે સન્નારીઓને “સતી ની કટિમાં મૂકવામાં આવી છે તેમનાં ચરિત્રો ધ્યાનમાં લઈએ તે માલુમ પડે છે કે જે સ્ત્રીએ અસાધારણ ધૈર્ય, સહનશીલતા તથા ધર્મબુદ્ધિથી પોતાના શિયળનું પરપુરૂષથી રક્ષણ કર્યું હોય તેને “ સતી” ગણવામાં આવે છે. સ્વપતિની વિચિત્ર તાએ જે સ્ત્રીએ મનભાવે સહન કરી હોય અને ગમે તેવા સંયેગો વચ્ચે “હાય” એવી બુમ પણ જેણે પાડી ન હોય, તેને સતી તરીકે પૂજવામાં આવે છે. સારાંશ કે કાંતે અસાધારણ સંકટ કે લાલચે વચ્ચે શિયળ સંરક્ષણ કર્યું હોય અથવા તે સ્વપતિની વિડંબનાઓ, વિચિત્રતાઓ તથા વિકૃતિઓ શાંતિથી તથા મનભાવે સહન કરી હોય તેવી જ સ્ત્રી હિંદુ ધર્મમાં “સતી” પદ પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થાય છે. આ ભાવના ઉત્તમ છે, તથા તેમાં ઉત્કૃષ્ટ તપ તથા આત્મભોગ રહેલાં છે. જેનદર્શન સતીત્વપદપ્રાપ્તિ અર્થે આ ભાવનાઓ તે સ્વીકારેજ છે, પણ તેટલાથી સંતેષ પામતું નથી. જેનદર્શન તેથી પણ આગળ વધે છે અને સતીત્વપ્રાપ્તિ અર્થે બીજાં દ્વારે પણ ખુલ્લો કરે છે. અન્ય ક્ષેત્રમાં મહત્વતા દર્શાવનાર સ્ત્રીઓને અન્ય હિંદુઓ
સતી પદથી અલંકૃત કરતા નથી. જેન ધર્મમાં સતી શબ્દ સત્ત્વવાચક રાખવામાં આવે છે, તેથી તેમાં જે સતીની નામાવલી રચવામાં આવી છે તેમના ચરિત્ર નીહાળતાં માલુમ પડે છે કે શિયળસંરક્ષણના વિકટ પ્રસંગે પ્રાપ્ત ન થયા હોય, પતિ સંબંધી બહુ સહન કરવું પડ્યું ન હોય તે પણ અન્ય ક્ષેત્રમાં મનુષ્યત્વને છાજે તેવાં સત્ત્વ, પરાક્રસ કે મહત્તા દર્શાવ્યાં હોય તેને પણ સતી” તરીકે તે ધર્મમાં ગણવામાં આવી છે. દાખલા તરીકે બ્રાહ્મી, સુંદર, ચંદનબાળા, સુદર્શના, રાજીમતી, જયંતિ ઇત્યાદિ. આ દષ્ટિએ લીલાવતી, ચાંદબીબી, જેન ઓફ યોર્ક, કે ફર્લોરેન્સનાઈટીંગેલને પણ સતીની કોટિમાં મૂકી શકાય. આ ભિન્નતાનું કારણ હિંદુધર્મ પ્રમાણે સ્ત્રી સેવક છે, પુરૂષ સેવ્ય છે, સ્ત્રીને પતિ ઈશ્વરસમાન છે અને આ જગતમાં સ્ત્રીને પતિસમાન અન્ય કોઈ તરણતારણ નથી. જેના સિદ્ધાન્ત અન્ય પ્રકારે કહે છે. જૈન દષ્ટિએ સર્વ આત્માઓ-પછી તે પુરૂષદેહી છે કે સ્ત્રીદેહી છેસરખા છે. અને પિતાપિતાની ઉન્નતિ સાધવાને સરખા હક્કદાર છે. પુરૂષની
For Private And Personal Use Only