________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફુટનધિ અને ચર્ચા
' ૩પ૧ તે જૈન અને જેનર સર્વને વિશેષ ઉપયોગી થશે, અને તેવાં પુસ્તક વિશેષ ફેલાવે પામશે, પરોપકારી મહાવીર સ્વામીનું જીવનચરિત્ર પણ સ્વતંત્ર રીતે મહાત્મા બુદ્ધના જીવનચરિત્રની લાઈન ઉપર લખાવાની જરૂર છે. હાલમાં પુસ્તકો બહાર પાડતી સંસ્થાઓનું અમે આ બાબતમાં લક્ષ્ય ખેંચીએ છીએ. નવા જમાનાને આવાં પુસ્તકની જરૂર છે. આ શૈલીથી બહાર પડેલાં પુસ્તક અક્ષરશ:ભાષાંતરનાં પુસ્તકો કરતાં વિશેષ અસર કરનાર અને ઉપયોગી નીવડશે. કથાઓને એક બહુ મેટે ભંડાર આપણે ધરાવીએ છીએ. તે ખજાનાને વધારે વિસ્તૃત સ્વરૂપમાં ચર્ચવાથી અને તેવી રીતે પુસ્તક લખાવાથી આ કાર્ય બની શકે તેમ છે. મહાત્મા સ્થભિદ્રજીનું ચરિત્ર ચંદ્રકાંતમાં કેવી ઉત્તમ શૈલીથી વર્ણવેલ છે તે તેના વાંચનારાઓને તરતજ ધ્યાનમાં આવે તેમ છે. હવેના જમાનામાં ગુજરાતી ભાષામાં માત્ર ભાષાતરમાં કે અનુવાદનાં પુસ્તકોથી જ ચાલશે નહિ, પરંતુ આવી શૈલીથી લખાયેલાં પુસ્તકો વિશેષ અસર કરનાર અને ઉપયોગી નીવડશે તેવી અમારી માન્યતા છે.
શાસ્ત્રકારોએ અન્ય પ્રરૂપણ સાથે પર્વ-તહેવારના દિવસોની પણ એવી રીતે પ્રરૂપણા કરી છે કે તદનુસાર વર્તનાર આજીવિતવ્ય વ્યાધિથી પીડાતો નથી. ગયા માસની નોંધમાં હમેશની ચાલુ આહારની ટેવમાં ઉણપ કરવા ઉદરી વાત માટે અમે એ વાંચનું લક્ષ્ય ખેંચ્યું હતું; આવી જ રીતે પ્રત્યેક માસમાં અષ્ટમી, ચતુદેશી અને તદુપરાંત અમુક પર્વના દિવસે લગભગ આવે જ છે. તે દિવસે યથા શક્તિ તપસ્યા માટે નિર્માણ કરેલા છે. આવી રીતે એકાસણુ, ઉપવાસ, આયંબિલ વિગેરે તપસ્યા અવારનવાર આચરનારા કઈ દિવસ વ્યાધિના ભંગ થઈ પડતા નથી. આમાં પણ ઉપવાસ તો સાથે ઉત્તમ શારીરિક તંદુરસ્તી સુધારનાર, માનસિક ઉન્નતિ કરનાર છે. ઉપવાસથી આગળ પાછળ શરીરમાં એકઠો થયેલ કચરો નીકળી જાય છે અને પાચનશક્તિ શુદ્ધ અને ખી થાય છે. અત્યારે ઘણા ડાકટરે, અને તેમાં પણ ખાસ કરીને અમેરિકાના ડાક્ટર દરેક વ્યાધિ માટે કુદરતી ઉપાયેજ શોધે છે. આવેલ વ્યાધિને નિવારાય, અને નવા વ્યાધિને ભેગ ન થવાય તે માટે ઉપવાસને તેઓ એ ઉત્તમ સાધન માનેલ છે. તેઓ તે દ્રઢતાથી જણાવે છે કે ગમે તેવા આકરા વ્યાધિને મટાડનાર પણ ઉપવાસ જ છે. ન્યુમોનિયા જેવો આકરે વ્યાધિ પણ ત્રણ દિવસના ઉપવાસથી મટ્યાના દષ્ટાંતો મોજુદ છે. ઉપવાસ કેવી રીતે કરે, તેની ઉપયોગિતા વિગેરે જણાવનાર એક બુક હોલમાં બહાર પડી છે, તેમાં લખ્યું છે કે-“હું પૂર ગંભીરતા અને સચ્ચાઈથી કહીશ કે ગમે તેવાં દરેદેને સાજા કરવાનો જે એકલા કોઈપણ ઈલાજ હોય તો તે અપવાસ છે. કોઈ બી એવું દર નહિ હશે, કઈબી એ મંદવાડ નહિ હશે કે જેને અપવાસથી ફાયદો ન થાય,
For Private And Personal Use Only