Book Title: Jain Dharm Prakash 1918 Pustak 034 Ank 04
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જળમંદિરમાં સાત્વિક કોલા, ૧૦૩ તમારા વગર મરી જઈશ. ૫. આવી મારી દયાજનક સ્થિતિ હોવાથી અહીં અનત શક્તિના ઘણું! જગતને અવલંબન આપનાર મારા ઈશ્વર! આ સંસાર અટવી ઉતારીને મને ભય વગર કરો–બીક વગરનો કરે. ૬. હે નાથ ! હે જગના ચક્ષુ! જેવી રીતે કમળને વિકસ્વર કરવાને આ દુનિયામાં સૂર્ય સિવાય બીજે " કેઇપણ શક્તિવાનું થતું નથી, તેવી રીતે તમારા વગર મને બીજી કઈ જગાએ નિરાંત મળતી નથી, શાંતિ મળતી નથી, આરામ મળતો નથી. ૭. લીલા માત્રમાં-રમતમાં અનેક કર્મોનાં જાળાંઓને કાપી નાખવાને શક્તિવાન થયેલા છે કૃપાપરાયણ પ્રભુ ! હું આપની પાસે મેક્ષ માગું છું, મારે મોક્ષ જોઈએ છીએ, છતાં હજુ આપ તે બાબતને વિલંબ કરી રહ્યા છે, તે હે ભુવનભૂષણ શું છે તે “મારા કર્મોને દોષ છે? કે દુરાત્મા એવા મારા પિતાનેજ દેષ છે? કે હે સાહેબ! એમાં તે પિલા અધમ કાળને દેષ છે? કે મારી પિતાની મેક્ષ જવાની યોગ્યતા (ભવ્યતા) જ નથી? કે સુંદર ભકિતથી ગ્રાહ્યા થનાર મારા પ્રભુ! મારી આપ“નામાં જોઈએ તેવી ખરેખરી-ન ખસે તેવી સાચી ભક્તિજ નથી? (મને અથીને અર્થ મેળવવામાં ઢીલ થાય છે તેનું કારણ શું?). ૮-૧૦. હે જગતને અવલબન આપનાર ! મારા નાથ ! હું તે આપને સાચેસાચું કહી નાખું છુંઅને ઉઘાડી રીતે જણાવી દઉં છું કે મારે તમારા વગર આ દુનિયામાં બીજા કેઈને - “આધાર નથી, ટેકે નથી, શરણ નથી. ૧૧. હે નાથ ! હે પ્રભુ! આપ મારી માતા છે, આપ મારા પિતા છે, આપ મારા બંધુ છે, આપ મારા સ્વામી છે; આપ મારા ગુરૂ છે અને તે જગતને આનંદ આપનાર ! મારા પ્રાણનાથ ! આપજ મારા જીવન છે! ૧૨. હે દીનબંધુ! આપ જે મારા તિરસ્કાર કે મારી અવગણના કરી મને પાછા કાઢશે તે જેમ માછલી જળ વગરના પૃથ્વીપ્રદેશમાં તરફડી તરફડીને મરી જાય તેવી રીતે હું તદ્દન નિરાશ થઈને અને દીનતાને સ્વીકારીને મરી જઈશ, નાશ પામી જઈશ, ૧૩. મારા મનમાં અન્ય ભાવને સાક્ષાત્કાર થયું છે અને સ્વાનુભવવડે સિદ્ધ થયેલું મારું મન તમારામાં બરાબર નિશ્ચળ થઈ ગયું છે, નહિ તે તમને આટલું નિવેદન શામાટે કરૂં? ૧૪. હે નાથ ! ત્રણભુવનમાં પ્રકાશ કરનાર આ૫ સૂર્યને જોઈને કર્મના સમૂહેને બાળી નાખતું મારું મન કમળની જેમ વિકાસ પામે છે. ૧૫. પરંતુ હે જગન્નાથ! આપને તે અનેક પ્રાણીસમૂહના વ્યાપાર ઉપર લક્ષ્ય આપવાનું “હોવાથી આપની મારા ઉપર કેટલી દયા છે તે કાંઈ મારી જાણવામાં આવતું નથી. ૧૬. હે જગતના નાથ! આપ સાહેબ જેવા શુદ્ધ ધર્મરૂપ નીર (જળ-પાણ)થી ભરેલાં વાદળાં ચઢી આવતાં મેર જે આ સરલ પ્રાણું નાચ કરી રહ્યો છે. ૧૭. “ત્યારે સાહેબ! મારી એવી સ્થિતિ થઈ છે તે તે શું મારી ભક્તિ છે કે મારું એક પ્રકારનું ગાંડપણ છે?, તેને હું મારા નાથ !. મારા ઉપર કૃપા કરીને જવાબ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26