________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર પ્રકાશ
સમાન એવી તેને જોઇ. તે કન્યાને જોઈને તેણે નજીકમાં રહેલા વણિકને પૂછયું કે જરૂરી હરિને બંધન કરવામાં જળ સમાન આ ક્યા વણિકની કન્યા છે?” તે
કે ઘનેશ્વરને કહ્યું કે “શ્રાવકવર્ગમાં શિરોમણિ જિનદત્ત શેઠની આ પુત્રી છે અને તેનું નામ મૃગસુંદરી છે. આ જિનદત્ત શેડ કઈ દિવસ મિથ્યાત્વી પુરૂષને સંગ કરતા નથી, તેમજ શ્રેષ્ઠ ધાર્મિક વિચારવાળા હોવાથી એ કન્યાને માટે તેને ચોગ્ય ઉત્તમ શ્રાવકની શોધ કરે છે. વણિકપુત્રના મુખથી આ પ્રમાણેની હકીકત સાંભળીને તે કન્યાના પાણિગ્રહણ માટે તે ધનેશ્વરનું ચિત્ત અત્યંત ઉત્સુક બન્યું, તેથી મોટી પૂર્તવિદ્યા આદરીને તે ઉપાશ્રયમાં ગુરૂ પાસે ગયે. ગુરૂ પાસેથી કપટક્રિયા કરીને ગુરૂના ચરણકમળને કેવી રીતે વંદન કરવું ઇત્યાદિ સર્વ કિયા તેણે શીખી લીધી, તેમજ સર્વ લોકેમાં વિશ્વાસ ઉત્પન્ન કરવા માટે તે પુરૂષોને દાન આપવા લાગ્યું. એક દિવસ તે ધનેશ્વરે જિનદત્ત શેઠ પાસે જઈને મૃગસુંદરીની યાચના કરી. સરલ ચિત્તવાળા જિનદત્તે તે શાવક છે એમ જાણીને તથા ધન ઉપાર્જન કરવામાં કુશળ તેમજ રૂપ અને વયથી પુત્રીને યંગ્ય છે એમ જાણીને પોતાની પછી તે ધનેશ્વરને આપી. હવે ધનેશ્વરે પોતાના કુટુંબવર્ગને ત્યાં બેલા અને મહોત્સવપૂર્વક મૃગસુંદરી સાથે લગ્ન કર્યું. “જેમ અભયકુમાર જેવા બુદ્ધિનિધાન
કીવર્યને વિકાનો વેષ ધારણ કરી વેશ્યાએ ઠો હતો તેમ સુબુદ્ધિશાળી અન્ય પર પણ ધર્મના બહાનાથી ઠગાઈ શકે છે.”
તે નગરમાં કેટલાએક દિવસ રહીને દેવદર વિગેરેએ જિનદત્તની ૨૦ળ લઈને તેમજ મૃગસુંદરીને સાથે લઈને ત્યાંથી સ્વનગર તરફ પ્રયાણ કર્યું. અનુક્રમે અમ્મુલિત પ્રયાણુથી વસંતપુર નગરમાં સવે આવ્યા તેમજ મહોત્સવ પૂર્વક નગરમાં પ્રવેશ કર્યો, ત્યારબાદ સર્વે પિતા પોતાને ઘેર ગયા. હાથીને ગમે તેટલા પાણીમાં સ્નાન કરાવીએ તે પણ તે પિતાની મદોન્મત્ત પ્રકૃતિને ત્યાગ કરતા નથી, તેમ ધનેશ્વરે પ: પિતાના કુળને ઉચિત સ્વભાવને ત્યાગ કર્યો નહીં, તેથી નગરમાં નિવાસ કરનાર સ્ત્રીઓ ગામડીયા સ્ત્રીઓની જેમ હાંસી કરે તેમ જૈનધર્મમાં દઢ શ્રદ્ધાયુક્ત તેમજ રાત્રિભોજન નહિ કરનાર તે મહાસતીને સર્વે લોકે હસી કાઢવા લાગ્યા. એક દિવસ તેના પતિ ધનેશ્વરે હુકમ કર્યો કે “તારે સાધુઓને દાન આપવું નહિ, જિનેશ્વરની પૂજા કરવી નહિ તેમજ રાત્રિને વિષે ભેજન કરવું.” પિતાના પતિના આવા વિકટ આદેશથી સતીએ મનમાં વિચાર કર્યો કે હવે હારે અહીં શું કરવું રોગ્ય છે? મેં પૂર્વભવમાં કાંઈ પણ વ્રતનું પાલન કર્યું નથી તેથીજ આ ભવમાં સિંધાવીને સંસર્ગ થયો છે. અથવા તો મહારા સરાર વિગેરેનું મન લેશ માત્ર પ રાવું નહિ, તે પછી મારા પતિના દિલમાં દયાભાવ કયાંથી હોય? પરંતુ મારે
For Private And Personal Use Only