Book Title: Jain Dharm Prakash 1918 Pustak 034 Ank 04
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મૃગસુંદરી, - ૧૧૫ તે ગમે તેમ થાય પણ અંગીકાર કરેલ વ્રતનું રૂડી રીતે પાલન કરવું એજ છે.” એમ મનમાં ચિંતવને તેણે ત્રણ ઉપવાસ કર્યા. ત્રણ ઉપવાસ થયા પછી થે દિવસે છાની રીતે ગુરૂની પાસે ગઈ અને આનંદ સહિત બે હાથ જોડી ગુરૂને પૂછયું: હે ગુરુવર્ય! મેં જે ત્રણ નિયમ અંગીકાર કર્યા હતાં તેનું અત્યારસુધી તે બરોબર રીતે પાલન કર્યું છે, પણ હવે શૈવમતીના સંસર્ગથી હું નથી જાણતી કે મારી શું સ્થિતિ થશે. હે ગુરૂરાજ ! આ સંબંધમાં આપ મને કોઈ સરલ ઉપાય બતાવે. કારણકે શાસ્ત્રજ્ઞ ગુરૂજ લાભાલાભ જાણે છે.” ગુરૂએ ગુણ અવગુણને વિચાર કરી તેને આ પ્રમાણે શાસ્ત્રસમ્મત વચન કહ્યું કે-“હે ભદ્ર! તું પાપરહિત વચન સાંભળ. જીવદયાના શ્રેષ્ઠ કારણરૂપ અને ધર્મમંદિરમાં ધ્વજાતુલ્ય એવા ચંદરવાને જેઓ ચુલા ઉપર બાંધે છે તેઓને પાંચ સાધુઓને દાન કરવાથી અથવા પાંચ તીર્થને નમસ્કાર કરવાથી જેટલું પુણ્ય થાય તેટલું પુણ્ય થાય છે. તેથી એ કાર્ય બને તે કરવું, રાત્રિભેજન કરવું નહિ તથા શ્રી જિનેશ્વર પ્રભુનું નિરંતર ચિત્તમાં સ્મરણ કરવું.’ ગુરૂના મુખથી આ પ્રમાણેનો ઉપદેશ સાંભળી મૃગસુંદરી પોતાને ઘેર આવી અને જલદી ચુલા ઉપર ચંદરો બાં. ત્યારબાદ ત્રણ ઉપવાસનું પારણું કર્યું અને ઘરનું બધું કામકાજ કરવા લાગી. એટલામાં તેની સાસુ તથા નણંદે ચુલા ઉપર બાંધેલ ચંદર જે. જીવરક્ષણથી પરાભુખ એવી તે બન્નેએ એ સંબંધી ધનેશ્વરને ઈર્ષોપૂર્વક વાત કહી. ધનેશ્વરે કોધથી તે ચંદરે બાળી નાખે, ત્યારે મૃગસુંદરીએ બીજે બાંધ્યે તે પણ તેણે બાળી નાંખે. એ પ્રમાણે મૃગસુંદરીએ સાત ચંદરવા બાંધ્યા તે સાતે ચંદરવા ધનેશ્વરે બાળી નાંખ્યા અને આવી રીતે ધર્મને નાશ કરવાથી ધનેશ્વરે ગાઢ પાપકર્મ ઉપાર્જન કર્યું. મૃગસુંદરીને તેના સસરાએ કહ્યું કે “હે વહ! તું વારંવાર બાલચેષ્ટાની માફક ચંદરવા બાંધે છે એ તું શું કરે છે? તેમજ અમે કહીએ છીએ છતાં રાત્રિભૂજન કરતી નથી તેનું શું કારણ?' મૃગસુંદરીએ કહ્યું કે હે પિતાજી! હું પ્રાણીઓના રક્ષણ માટે આ ચંદરો બાંધું છું અને શત્રિભેજન કરવાથી અનેક જીની હિંસા થાય છે તેથી જ હું કરતી નથી. કારણકે રાત્રિભેજન કરવામાં માટે દોષ રહેલે છે એવી રીતે આપના શાસ્ત્રમાં પણ કહ્યું છે. રાત્રિએ પાણી લેહીતુલ્ય બને છે અને ધાન્ય માંસતુલ્ય બને છે. એ પ્રમાણે ઋષિ મા કહ્યું છે, માટે અનેક દોષયુક્ત રાત્રિભેજનને કયે બુદ્ધિમાન પુરૂષ અંગીકાર કરે?” મહાસતીનાં આવાં વચને સાંભળીને સર્વે કોધાયમાન થયા, તેમજ અત્યંત અસભ્ય અને કઠોર વચનોથી તેને તિરસ્કાર કરવા લાગ્યા. “અરે શરમવિનાની! ગુણરહિત! દુષ્ટા! ધણીના કુળને કલંક લગાડનારી! કલેશ કરવાની બુદ્ધિ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26