Book Title: Jain Dharm Prakash 1918 Pustak 034 Ank 04
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મૃગસુંદરી. ૬૧૩ મહાભ્યથી ઝેર અમૃત સમાન બને છે, દુષ્ટ દેવ ચાકર થઈને રહે છે. સતીઓને કયું કાર્ય દુષ્કર છે? અર્થાત્ કાંઈજ નથી. હે રાજન ! શિયલવત વડે નિર્મળ ચિત્ત વાળી આ તારી સ્ત્રીને ફક્ત હાથના સ્પર્શથીજ તું ક્ષણવારમાં નિરોગી થશે તે સર્વ શીલવતનું માહાત્મય છે.” મેહરૂપી અંધકારને દૂર કરનાર ગુરૂવર્યના મુખથી ઉપર પ્રમાણેની ધર્મદેશના સાંભળીને આશ્ચર્ય ઉત્પન્ન થવાથી રાજાએ મુનીશ્વરને આ પ્રમાણે પૂછ્યું. “અત્યંત ભયંકર અને અનેક પ્રકારનાં ઔષધેથી પણ અસાધ્ય આ કુષ્ઠ રેગ હારી શરીરમાં સાત વર્ષ સુધી ક્યાં કર્મના ઉદયથી ?” મુનિરાજે કહ્યું કે “હે રાજન ? તે પૂર્વજન્મમાં જે કર્મ ઉપાર્જન કર્યું છે તે સર્વને અથથી ઇતિ પર્યન્ત વૃતાન્ત હું કહું છું તે તું એકાગ્ર ચિત્તથી શ્રવણ કર. આ ભરતક્ષેત્રમાં વસંતપુર નગરમાં દેવદત્ત નામનો શેડ હતું. તેને દેવસેના નામની સ્ત્રી હતી. તેને અનુક્રમે ૧ ધનદેવ, ૨ ધનદત્ત, ૩ ધનમિત્ર, ૪ ધનેશ્વર એમ ચાર પુરો થયા હતા. તે ચારે પુત્રે મિથ્યા ધર્મમાં મેહિત થવાથી જૈનધર્મથી તદ્દન વિમુખ તેમજ કદાગ્રહરૂપી મેટા ગ્રહથી ગ્રસ્ત થયેલા તથા સત્કર્મથી રહિત હતા. પૃથ્વીના આભૂષણ તુલ્ય મૃગપુર નામના નગરમાં જૈનધર્મ, માં સંપૂર્ણ ભક્તિવંત જિનદત્ત નામને ધનવાન શેઠ રહેતા હતા. તે જિનદત્તને જન્મથી આરંભીને સુંદર વ્રત પાલન કરનારી સુત્રતા નામની સ્ત્રી હતી. તેને મૃગસુંદરી નામની એક પુત્રી થઈ હતી. તે પુત્રીના ને હરિણ રારખા હતા, શરીરની સંદર્યતા ચદ્ર સમાન હતી, ગતિ મદોન્મત્ત હાથી સમાન હતી. સ્ત્રીઓને એગ્ય રસઠ કળાઓ શીખવા પૂર્વક તેની ઉમર દિવસે દિવસે વૃદ્ધિ પામી. અનુકમે તે મૃગસુંદરી કામદેવને નિવાસ કરવાના સ્થાનભૂત યુવાવસ્થાને પ્રાપ્ત થઈ અને ગુરૂણી પાસે તેણે ત્રણ અભિગ્રહ ધારણ કર્યા. “સ્કારી જીંદગી પર્યત પુરૂને દાન આપીને અને જિનેશ્વરની પૂજા કરીને હું ભજન કરીશ, તેમજ રાત્રિભેજના કદાપિ કરીશ નહિ.” અન્યદા તે મૃગપુર નગરમાં વસંતપુર નિવાસી દેવદત્ત શેઠને પુત્ર ધનેશ્વર વિવિધ પ્રકારના કરીયાણુઓ લઈને વેપાર કરવા માટે આજેકરીચાણાઓની વેપારી વર્ગમાં આપ લે કરતાં તેને ઘણું લાભ મળે. કારણકે વણિકેને વેપાર કરે તે પંડિતોએ લક્ષ્મી પ્રાપ્ત થવાનું મૂળ કહેલું છે. “ક્ષત્રિય વીર નરેને લક્ષમી હમેશાં તલવારની ધારપર રહેલી છે, વણિકજનેને વ્યાપારમાં રહેલી છે, બ્રાહ્મણને સુખમાં રહેલી છે અને કારીગરને તેની શિલ્પકળામાં લક્ષ્મીદેવીએ નિવાસ કરેલો છે. એક દિવસ મૃગસુંદરી સુંદર વસ્ત્રાભૂષણે પહેરી શ્રીજિનમંદિરમાં દર્શન કરવા જતી હતી તેવામાં ધનેશ્વરે કામદેવને પ્રગટ કરવામાં દીવી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26