________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિતિશક્ષાના રાસનું રહસ્ય.
૧૭
આવવાથી, મુનિરાજના આવવા જવાથી થતા પાદસંઘટ્ટથી અને સંથારામાં રજ ભરાવાથી તેનું ચિત્ત ઉદ્વિગ્ન થઈ ગયું. પ્રાત:કાળે પ્રભુની આજ્ઞા લઈને ઘરે જવાનું ધારી પ્રભુની પાસે આવ્યા. પ્રભુએ જ્ઞાનવડે તેના મનોભાવ જાણું લઈ ઉપદેશ આપે કે--હે મેઘકુમાર! પૂર્વે હાથીના ભવમાં સસલા પરની દયાથી અઢી દિવસ પગ ઉંચો રાખ્યું હતું તે અત્યારે જગતને પૂજનિક મુનિરાજના પાદસંઘથી કેમ ખેદ પામે છે?” પ્રભુના આટલા વચનથી ઉહાપોહ કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વ ભવ દડે, એટલે તેના ભગ્ન થયેલા પરિણામ પછી સ્થિતિ ઉપર આવ્યા અને માત્ર બે આંખ સિવાય આખું શરીર મુનિરાજની ભક્તિ માટે અર્પણ કરી દીધું. ભગવંતે તેની પ્રશંસા કરી અને તે મુનિ મહારાજની અપ્રતિમ ભકિત કરીને અનુત્તર સ્વર્ગના સુખનું ભાજન થયે. આ મેઘકુમારની કથા પર્યુષણ પર્વમાં વાંચવામાં આવતા શ્રી કઃપસૂત્રમાં પ્રથમ વ્યાખ્યાનને અંતે પ્રભુના ધર્મસારથીપણાની વ્યાખ્યાને પ્રસંગે આવતી હોવાથી પ્રાયે સર્વ બંધુઓને શ્રવણગત થયેલ હોય છે તેથી અહીં વિસ્તારથી લખી નથી.
બાહુબળિ–શવલદેવજીના દ્વિતીય પુત્ર પૂર્વ ભવમાં ૫૦૦ મુનિરાજની વૈયાવચ્ચ કરવાથી અપ્રતિમ શારીરિક સંપત્તિ પ્રાપ્ત કરી, કે જેની પાસે ભરત જેવા ચઠવતી પણ પરાસ્ત થયા-તેને જીતી શક્યા નહિ, એટલું જ નહિ પણ દેએ બે ભાઈઓની વચ્ચે પડીને મુકરર કરેલા દષ્ટિ યુદ્ધ, વાગે યુદ્ધ, દંડ યુદ્ધ, મુણિયુદ્ધમાં પણું હાર્યો. પરિણામે બાહુબલિને વૈરાગ્ય આવવાથી તેમણે ચારિત્ર ગ્રહણ કર્યું, અને તેમનાથી નાના ૮ ભાઈઓ કે જેઓ પ્રભુ પાસે ચારિત્ર લઈને કેવળsiીન મેળવી ચુકયા હતા તેમને વંદન કરવામાં લઘુતા લાગવાથી કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા એક વર્ષ પર્યત કાર્યોત્સર્ગ કરીને સ્થિત રહ્યા. તેની અંદર ઘણાં કર્મો ખપાવી ના
ખ્યા, પરંતુ પ્રાંતે તેટલા અલ્પ માનને પણ તજવાનો વિચાર જ્યારે તેમની બારી ને સુંદરી નામની બહેનો જે સાધ્વી થયેલ હતી તેમના વચનથી આ,અને કેવળજ્ઞાન મેળવેલા નાના ભાઈએ નાના છતાં પણ વંદનીક છે એમ માનવામાં આવ્યું, તે સાથે જ તેમની સમીપે જવા પગ ઉપાડ્યો, એટલે અ૫ માનથી પણ અટકી રહેલા કેવળજ્ઞાન તેમને ઉપન્ન થયું અને તેઓ ભગવંતની પાસે જઈ કેવળીની Hદામાં બેસવાના હકદાર થયાપ્રાંત તેમણે પણ પ્રભુની સાથે એક સમયેજ પરમપદ પ્રાપ્ત કર્યું. આ પરમપદની પ્રાપ્તિના મૂળમાં મુનિરાજની ભકિત બીજરૂપે છે. એને શાસકાર ઉપર દાન પણ કહે છે.
ભારતચક્રિ પૂર્વભવમાં પ૦૦ મુનિરાજને આહારપાણી લાવી દેવા છે ભક્તિ કરી હતી અને તેથી ચક્રવર્તી પાછું મેળવી તેને યથેચ્છ ઉપગ કરી પ્રાપ્ત
For Private And Personal Use Only