Book Title: Jain Dharm Prakash 1918 Pustak 034 Ank 04 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન સમાજના અભ્યદય અર્થે સહૃદય જનોને કંઈક કથન. ૧૦૫ ઉપર દયા લાવીને આપ એ મારા અંદર રહેલા શત્રુસમુદાયને અટકાવે, હઠાવે, પાછા પાડે, જેથી હું આપ સાહેબની પાસે જલદી આવી પહોંચું. ૩૩. અહે - “ડવીર ! આ સંસાર આ તમારે આધીન છે, અને સંસારના પાર પમાડવાનું પણ તમારા હાથમાંજ છે, છતાં હે પરમેશ્વર! હવે શા માટે બેસી રહ્યા છે? કેમ બેસી રહ્યા છે ? ૩૪. હવે તે મને સંસારને પાર પમાડી આપે, તેમાં જરાપણું વિલંબ ન કરો; આશ્ચર્ય છે કે આવી રીતે પ્રકટપણે કરાયેલી મારી પ્રાર્થના આપ “ જેવા મહાનુભાવે રાંભળતી નથી. ૩૫.” ઉપર પ્રમાણે પ્રાર્થના કરી રહ્યા પછી આંખ મીંચાઈ ગઈ, પરમાત્માને કાંઇક સાક્ષાત્કાર થયે, છેડે વખત એ અતિ આનંદદાયક સ્થિતિ અનુભવી ઘર્મશાળા તરફ સર્વ સાથે પાછું આગમન થયું, જનક્રિયા કરી લઈ પાછા વળવાની મુસાફરીની તૈયારી કરી લીધી, પણ મન એકવાર પાછું જળમંદિર તરફ ખેંચાયું, તેથી ચાલો મુકામે એ અતિ શાંત સ્થાનને ફરી ભેટી આવ્યું અને એ સ્થાનને નિરખતાં એ સ્થાનમાં આગલી રાત્રે તથા તે દિવસે અનુભવેલ આનંદરસના કન્સેલમાં મજજ કરતાં મુસાફરીને માગે પડ્યા. હજુપણ એ પ્રસંગ યાદ આવે છે ત્યારે રોમાંચ ખડાં થાય છે, મન અસાધારણ આનંદસ્થિતિ અનુભવે છે અને જીવનની તે સુંદર ક્ષણોને યાદ કરી એ સ્થળને ભેટવાને, એ શાંતિનો અનુભવ કરવાને, એ આત્મરમણતા પ્રાપ્ત કરવાને ઈચ્છા-હેશ–અભિલાષા મનમાં સર્વદા રહે છે. जैनसमाजना अभयुदय अर्थे सहृदय जनोने कंइक कथन. ૧ જેમાં બાળકે, બાલિકાઓ, યુવક યુવતીઓ વિગેરેને પવિત્ર શાસનશૈલી થી કેળવી શકે એવા નમુનેદાર જેન શિક્ષકે અને શિક્ષિકાઓ તૈયાર કરવા-કરાવવા સહુથી પહેલું લક્ષ પોંચાડી તે માટે જોઈતી તૈયારી જલદી કરવી જોઈએ. - ૨ આપણે કેમને જે અઢળક પૈસે જમણવાર પ્રમુખ અલ્પ ઉપગી દિશાઓમાં ખર્ચાય છે તે હવે બને તેટલો ઉત્તમ જાતિની કેળવણીનો પ્રચાર કરવા અર્થે ખર્ચાવો જોઈએ. સહદય શ્રીમોએ તેમાં પહેલ કરીને અન્ય જને માટે શુભ દાખલો બેસાડો જોઈએ. ૩ સીદાતા જૈન બંધુઓ અને બહેનના ઉદ્ધાર માટે સારાં ફંડ એકઠાં કરી તેઓ તેઓ સારી લાઈન ઉપર ચઢી સ્વાશ્રયી બનવા પામે તે સંગીન પ્રબંધથ જોઈએ. ૧ ઉપરની આખી પ્રાર્થના ખરા અંતરથી કરાયેલ અને ખાસ પ્રભુ પાસે હમેશાં લેવા લાયક હોવાથી અહીં આખી આપેલ છે. તે પ્રાર્થના પદ્યમાં ગુજરાતી ભાષામાં આપવાની ઈચ્છા છે, તે હવે પછીના અંકમાં આપવામાં આવશે. તંત્રી. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26