________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૬
જે
બકા.
આનંદીત ચહેરો જરૂર રાખજે, અને જમવાના સમયે એક વેડને વારે પતાવવા તરીકે બહુ ઉતાવળથી-જાણે કે કોઈ કાર્ય બગડી જતું હોય તેમ બહુ જલદીથી કદી ખાતા નહિ. જેવી રીતે કઈ ઠેકાણે આપણે કાંઈ પણ હક હોય અને તે થીરતાથી પણ હક બજાવીએ, તેમ ખાવા-પીવાનો પણ હકજ છે તેમ સમજી તે કાર્ય સ્વસ્થતાથી બને. વળી ત્યારે રસેડામાં પ્રવેશે, એટલે એક આનંદમય સૃષ્ટિમાંજ તમે વિચારે છે તેમ વિચારે, અને તે સુષ્ટિમાંથી મુશ્કેલી, મુશીબતે, અડચણો, અગવડે, ઉપાધિઓ, જાળ, ખટપટ, કલેશ, કંકાસ, ધમધમી વિગેરે મનની શાંતિ ભગ્ન કરનારા વિરોધીઓને દેશવટો આપવામાં આવેલ હોવાથી તેને તમારા અને રાજયમાં જરા પણ અવકાશ આપશો નહિ. જેવી રીતે જાણી જમવા જઈએ, ત્યારે શાંતિ અને આનંદ અનુભવીએ છીએ, અને રવસ્થ ચિત્તથી સર્વ મંડળ સાથે વાતચીત–આનંદ કરતાં હજાણીને લહાવો લઈએ છીએ, તેવી જ રીતે આ સેવામાં પણ ઉજાણના આમંત્રણજ તમે આવ્યા છે તેમ વિચારે, અને તેવાજ આનંદથી-સર્વ મંડળ સાથે કલેલ કરતાં ખાદ્ય પદાર્થોનો ઉપભેગ કરે. આ પ્રમાણે ખાવાની પ્રથમ નિયમમાં શાંત-ઉપાધિ હીત-ખટપટાદિકને દૂર છેડીને સેડામાં પ્રવેશવું, અને સ્વસ્થ-આનંદીત ચહેરે કલેશ કંકાસાદિકને તથા અન્ય શગુરૂપ ઈપદિક દુ ણને દૂર ત્યજીને જમવા બેસવું તે સૌથી પ્રથમ અગત્યનું છે. આ નિયમ દરેક માણસ જે સાચવવા ધારે તે ખાસ જાળવી શકે તેમ છે. નથી તેમાં અન્યની મદદની જરૂર પડતી, કે નથી તેમાં કોઈ કણ રહન કરવાની જરૂર પડતી. આ સુંદર ટેવથી ગૃહના મનુષ્યો પણ માનસિક શાંતિ-સ્વરથા અનુ. ભવતાં શીખે છે, અને શરીર સુરક્ષાને મજબુત પાયે અહીં રોપાય છે.
નિયમ ૨ જે માત્ર જમવા ખાતરજ આ જીવન છે એમ કદી ધારશે નહિ. ઘણા મનુષ્યો તે ટેવથી હેરાન થાય છે. ખાવું તે આ જીવનના સંરક્ષ* સાથેશરીર ટકાવા અર્થે છે, પણ ખાવા ખાતર જીવવું તે ધારણું ખોટી છે. તેવી ધારણાથી ખાવામાં કોઈ નિયમ રહેતું નથી, અને તરતાજ અજીર્ણની શરૂ આત થાય છે, તેથી જીવન ખાતર ખાવું તેમ ધારે; પણ ખાવા ખાતર જીવવું છે તે વિચારને ખ્યાલને સદા માટે દૂરજ રાખજે. તમારા જીવનનું સર્વસ્વ કાર્ય ખાવામાં સંપૂર્ણ થાય છે તેમ કરી ધારશે નહિ. જે અનેક કાર્યો તમારે ફરજ તરીકે સંપૂર્ણ કરવાના છે તે માટે ખાવાની જરૂર છે, પણ તે મહાન કાર્યમાં ખોરાકને–અશનને ગણશે નહિ. અન્ય કાર્યોને મહત્વતા આપજે, પણ તે સાથે ખાવાના કાર્યને તદન ગાણ પણ ધારશે નહિ. જીવનના ટકાવ માટે ખાવાની જરૂર હોવાથી જેમ આવે તેમ ખાઈને પટ ભરી દેવું તે પણ સમજશો નહિ. તેવી રીતે ઉતાવળથી–તેના તરફ બેદરકારી રાખીને ખાવાથી અને બહ અકરાં
For Private And Personal Use Only