Book Title: Jain Dharm Prakash 1914 Pustak 030 Ank 09
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 29
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અગ્યારમાં વ્રત ઉપર કથા ૨૯૮ પુરૂષ મંત્રીએ આશ્ચર્ય પામી “શું ! શું !એમ ઉંચે સ્વરે પૂછયા છતાં પણ તેને હાથમાં ચિંતામણિ રન મૂકીને તત્કાળ આકાશમાં ચાલે ગયે. ત્યારપછી હર્ષથી જેનું શરીર રોમાંચિત થયું છે અને તે પ્રધાન સાયંકાળે તે મણિની કમબેવડે પૂજા કરી ન્યનો સમૂહ રચીને નગર તરફ ચાલ્યો. હાથી, ઘોડા અને રથના સમૂહવાળા તથા વાજિત્રના શબ્દથી આનંદ પામતા મિત્રાનંદે તે સૈન્યવડે પુરને વીંટી લીધું. પછી આ પુરીને રોધ કેણે કર્યો છે? તે જાણવા માટે રાજાએ ગૂઢચરને મોકલ્યા, તેમને જોઇને પ્રધાને કહ્યું કે “ભુજાના ગર્વથી મોટા ભાગ્ય સમૂહના ઉભવને પરાભવ કરનાર રાજાને મારા વચનથી તમારે કહેવું કે પુણ્યવડે સૈન્યના સમૂહને પામેલો મિત્રાનંદ આવ્યો . તમે પરાક્રમવડે વિશ્વને જીતી લીધું છે, તે મારી સામે લડવાને બહાર આવે.” આ પ્રમાણે કહીને તે સચિવે તેમને આભૂષણેથી શણગારીને પાછા મોકલ્યા. તેઓએ પણ રાજા પાસે જઈને સર્વ વૃત્તાંત યથાસ્થિત કહ્યા. તે સાંભળીને ચતુર રાજ રવસ્થ (શાંત) થઈને કેટલાએક મનુષ્ય સહિત જ્યાં મિત્રાનંદ રહ્યો હતો ત્યાં આવે. તે વખતે રાજાને પિતાની પાસે આવેલ જોઈને મંત્રી ઉભે થયે કારણ કે પુરૂષોને પ્રિયજનનું દર્શન થાય ત્યાં સુધીજ વિરોધ યુકત છે. પછી પ્રધાને સુવર્ણના આસન પર બેસાડેલા રાજાએ તેને પ્રણામ કરી બળાત્કારે પોતાના અર્ધા આસન પર બેસાડીને કહ્યું કે-પરકમાદિક ઉદ્યમ કરતાં પણ પુણ્ય વધારે શ્રેષ્ઠ છે; કારણ કે ઉદ્યમી માણસે પણ પુણ્યવતના કિકર બને છે. તમારા ભાગ્યને ઉદય કેઈક અદ્ભુત છે, અને તેથી આ સંન્ય સમૂહ તમને પ્રાપ્ત થયો છે, કે જેથી હું તમારો સ્વામી છતાં પણ તમારી પાસે કિંકરની જેમ આવ્યું. પરંતુ તમને આટલી બધી વિભૂતિ ( વૈભવ) કયાંથી પ્રાપ્ત થઈ?” આ પ્રમાણે રાજાના પૂછવાથી મટીએ પિતાનું ચરિત્ર યથાર્થ કહ્યું. ત્યાર પછી વિકરવર નેત્રથી વિસાય સહિત લોકેએ જોવાતા રાજાએ આનંદ પામીને મિત્રાનંદ સહિત પુરમાં પ્રવેશ કર્યો. પછી મણિના માહાભ્યથી મંત્રીની લક્ષ્મી અને ઉપાયે ફળદાયક થયા, અને રાજાની સાથે અભુત મંત્રી વૃદ્ધિ પામવા લાગી. એકદા ભાનુરાજાની સાથે ત્રી સભામાં બેઠે હતું, તે વખતે આરામિકે આવીને તે ધર્મ મંત્રીને કહ્યું કે-“હે સ્વામી ! આપ પુણ્યથી વૃદ્ધિ પામે છે, કેમકે આજે તમારા કીડાધાનમાં જાણે દેહધારી ધર્મજ હોય એવા સુસંધર નામના જ્ઞાની મુનિ સમવાય છે. • એ સાંભળીને પ્રધાન તરતજ પ્રીતિથી પોતાના અંગના સર્વ - ભૂષણ તેને આપીને રાજા સહિત ઉદ્યાનભૂમિમાં ગયે. પછી રાજા અને મંત્રીએ નેત્રને અમૃતસમાન એવા મુનિનું નેત્રેથી પાન કરી (ઈ) તેમને વંદન કરી, અને તેમનાં કર્ણને અમૃત સમાન વચનનું પાન કરવા બેઠા. દેશના અને રાજાએ સુનીશ્વરને પૂછયું કે-“હે પ્રભુ ! પુણ્યવત એવા આ પ્રધાનને વિપત્તિ વખતે પણ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32