________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમંત જેને એક જરૂરી અપીલ
૩૦૧
કરીશ નહીંએમ કહી વિદાય કર્યો. તે શ્રેણીના ઉપકાવડે તથા ઉપદેશવડે જેનું મન દ્રવિત થયું છે એ તે ચાર અકૃત્ય શું કહેવાય ? ” એ જાણવા માટે બુદ્ધિને ધારણ કરે ઈચ્છતો) પરની બહાર નીકળ્યો. ત્યાં બાહ્યભૂમિમાં ગુજપ્રભ નામના મુનિરાજને ધર્મોપદેશ દેતા જોયા. તેની દેશના સાંભળીને કૃત્યાકૃત્યના વિવેકને જાણી તે મુદ્રના ચરણકમળ પાસે તેણે દીક્ષા ગ્રહણ કરી. પછી શુદ્ધ ચારિત્રનું પાલન કરીને તે ચાર સધર્મદેવલોકમાં દેવતા થા, અને સુદત્ત મરીને આ તારો મંત્રી થયે. સંપત્તિ હરણ કરાતાં છતાં પણ તેણે પૌષધને ભંગ કર્યો નહીં, તેથી એને પગલે પગલે વિચિત્ર સંપતિઓ પ્રાપ્ત થઈ. અને દેવતા થયેલા ચોરે ઉપકારનું સ્મરણ કરીને ચિંતામાં મગ્ન થયેલા આ મંત્રીને અવસર જાણી ચિંતામણિ રત્ન રમાડું.” આ પ્રમાણે સાંભળીને રાજાએ મુનિને પૂછ્યું કે– સ્વામી ! મંત્રી તે દેવને જશે કે નહી ? ? ત્યારે મુનિ બેલ્યા કે-“હે રાજા ! મરીને પિતાના આયુષ્યને અંતે મુક્તિને માટે તે (દેવ)નું દર્શન થશે. કારણકે આ મંત્રીને નંદીશ્વર દ્વીપમાં રહેલા જિનેશ્વરને નમવાની અભિલાષા થશે, ત્યારે સમયને જાણનાર તે દેવ વિમાન લઈને આવશે, તેમાં બેસીને જતાં માર્ગમાં લવણ રસમુદ્રની ઉપર શુધ્ધ ધ્યાનમાં તલ્લીન થવાથી અંતકૃત કેવળીની અવરથાને પામેલા આ મંત્રીની મુક્તિ થશે. આ પ્રમાણે મુનિની વાણી સાંભબીને રાજા વિગેરે સર્વ જનોની બુદ્ધિ ધર્મમાં દઢ થઈ. પછી સર્વે આનંદસહિત પિતાને ઘેર ગયા.
હે સદબુદ્ધિવાળા ભવ્ય પ્રાણીઓ ! આ પ્રમાણે પૂર્વનું પુણ્યથી પૂર્ણ સમૃદ્ધિ વાળા મિત્રાનંદની કથા સાંભળીને ભવનો નાશ કરનાર પષધને વિષે બુદ્ધિને ધારણ કરે.
તિ વધવાવિવાર ત્રિાનાયા !
श्रीमंत जैनोने एक जरुरी अपील.
શ્રીમાન મેહનલાલજી જૈન લાઈબ્રેરીના સેક્રેટરી મી. નરેન્દ્રમ બી. શાહ તરફથી ગરીબ અને મધ્યમ સ્થિતિને જૈન ભાઈઓ માટે સસ્તા ભાડાની ચાલીઓ મુંબઈમાં સ્વચ્છ અને આરોગ્યવર્ધક રસ્તાઓ ઉપર બાંધવા માટે શ્રીમંત જૈનોને એક અપીલ કરવામાં આવી છે, જેની એક નકલ અમારા ઉપર મેકલવામાં આવી છે. આ અપીલની નોંધ લેવા માટે તેની અંદર જણાવવામાં આવેલા ટેબલેની અંદર ગરીબ અને મધ્યમ વર્ગને જેનોનાં મરણપ્રમાણ વાંચતાં ખરેખરી દિલગિરી થાય છે. શ્રીમંત જેનોએ આ બાબતમાં તરતજ લક્ષ ખેંચવાની જરૂર છે. બીજી પ્રજાના પ્રમાણમાં જેની વસ્તીજ ઓછી છે, તેમાં પણ જે
For Private And Personal Use Only