Book Title: Jain Dharm Prakash 1914 Pustak 030 Ank 09
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દર જનમમ પ્રકાશ વધારે ફાયદાકારક નીવડે છે તેવી માન્યતા ખોટી છે. ઈ બારાકજ શરીરને લાભદારી થાય છે. સહુજ ઉ રહેવાથી હાજરીને બહ ઠીક રહે છે. હોજરીના ચાર ભાગ કરી બે ભાગ ગોરાકથી, એક ભાગ જળથી, અને એક ભાગ શ્વાસથી ભરે. તેવી પ્રાચીન કહેવત બડ ઉપયોગી છે. કાક અડધી હોજરીથી વધારે તેમાં નાખી નહિ. ઘણી વખત કેટલાક મનુષ્ય બંદુકમાં દારૂની જેમ ઠસાય તેટલો પ્રેરક પિટમાં ઠાંસે છે, અને પછી હેરાન થતાં-અજીર્ણનું દુઃખ ભોગવતાં માલુમ પડે છે. ઉણાદરી વતનો નિયમ તે માટે બહુ જ ઉપયોગી અને શરીરને ફાયદો કરનાર છે. સહજ ભુખ્યા રહેવાથી શક્તિ ઓછી થાય છે તેવી માં ન્યતા ખોટી છે. જે ખોરાક આનંદ પૂર્વક લેવાથી તે શરીરને અવશ્ય આરોગ્ય વક નીવશે તેમાં સંશય નથી. દરેક ખોરાકમાં પુષ્ટિકારક તત્ત્વો રહેલાજ છે, અને તે ખાવાથી તમને પુષ્ટિ મળશેજ, તમારી શકિતમાં વધારો થશેજ, તેવું માનીનેજ ખોરાક વાપરજે. આવી રીતે ખોરાક વાપરવાથી તે શરીરને અને માનને વિશેષ શકિત આપનાર નીવડશે. ઉપરના વિવેચનથી ખોરાકમાં શા શા નિયમો પાળવાના છે તે રામજ હશે. આ નિયમો સાચવીને ખોરાક લેવાથી-તે નિયમો સાચવવાનો નિર્ણય કરીતેજ ભજનગૃહમાં પ્રવેશવાથી ખોરાકથી જે લાભ મેળવવાના છે, તે અવશ્ય મેળવિશેજ. વળી વિશેષ લાભ થશે કે તમારે માંદવાડ ભોગવવાનો પ્રસંગ કેવચિંતુજ આવશે. ઘણાખરા રોગોની ઉત્પત્તિ અજીર્ણ માંથી જ થાય છે, આ પ્રમાણે નિયમે સાચવીને રાક લેવાથી અજીર્ણ ને લાય સદાને માટે દૂરજ થશે, એટલું જ નહિ પણ આ નિયમો સાચવવાથી જે તમને અજીર્ણનો વ્યાધિ – ખાધું નહિ પચતું હોય, તેની ફરીયાદ તમારે હંમેશાં કરવી પડતી હશે, તે તે પણ સદાને માટે દૂર થશે, અને અજીર્ણને લીધે જે ખોરાક તમને ભારે, હાની કર્તા, શરીરને ઉપદ્રવકારી લાગતું હશે, તે ઉલટો લાભદાયી અને શકિતવર્ધક લાગશે. વળી શરીર પાસે જે જે કાર્યો કરાવવાના હોય, જે જે યુકિતઓને અમલ કરાવ હોય, તે સુદ્રઢ અને આરોગ્ય શરીર થવાથી બહુ ઉત્તમ રીતે કરાવી શકાશે. એટલું યાદ રાખજો કે આ માનવ દેહ માત્ર ખાવા પીવા માટેજ અગર કોઈપણ નવીન કાર્ય કર્યા વગર ફક્ત પશુની માફક નકામે પસાર કરવા માટે મળેલ નથી, તેનાથી ઘણુ પરોપકારી કામે કર્વના છે. તન, મન, ધનથી જે કાંઈ જનસેવા બની શકે તેટલી કરવાની છે, અને તે સેવા કરવા માટે શરીરના આરોગ્યની ખાસ જરૂર છે. “ પહેલું સુખ તે જાતે નર્યાં ” સર્વ સુખમાં પહેલું સુખ તે આરોગ્ય જ છે, મળેલ વૈભવે પણ તેનાથી જ ગવાય છે, તેથી : : : - " - ના રાક લેવાના વિરમ નું છે જે ભેજ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32