Book Title: Jain Dharm Prakash 1914 Pustak 030 Ank 09
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભોજન સમયે સાચવવાના નિયમો. भोजन समये साचववाना नियमो. ધર્મ કરણી નિમિત્ત-ધાર્મિક કાર્યો જે કરવાના હૈય-જે ફરજ બજાવવાની હેય-તે સારી રીતે બજાવી શકાય તે માટે શરીરની ખાસ જરૂર છે, અને તે શ રરને રક્ષણ અર્થે-તે સારી રીતે પોષાય, અને ધારેલ કાર્યો તેની મારફત કરાવી શકાય-ઈસીતાર્થની સિદ્ધિ થઈ શકે તે માટે કેટલાક નિયમો પણ સાચવવાની ખાસ જરૂર છે. દરેક કાર્ય તેના નિયમ પ્રમાણે કરીએ તે જેમ સત્વર સંપૂર્ણ કરી શકાય છે, તેમજ નિયમ પ્રમાણે વતીને-નિયમને અનુસરીને શરીરને પોષવામાં આવે છે તેની પાસે જે કાર્યો બજાવવાનાં હોય, તે સારી રીતે બજાવી શકાય છે. મનુષ્ય જીવનમાં અનેક કાર્યો કરવાનાં હોય છે, અને ફરજો બજાવવાની હોય છે, અને ધાર્મિક કાર્યો પણ બની શકે તેટલાં કરવાનાં હોય છે, તે સર્વ તંદુરસ્ત શરીરથીજ થઈ શકે છે. આજારી મનુષ્ય-અગર નાદુરસ્ત તબીઅતવાળા મનુષ્ય કોઈ પણ કાર્ય કરી શકતાં નથી, અને ઉલટા રવજનોને ભારરૂપ થાય છે, તેથી શરીર સંરક્ષણાર્થે કેટલાક નિયમે સાચવવાની ખાસ જરૂર છે. શરીરનો આધાર રાક ઉપજ રહે છે, તેટલા માટે જ તે. ખોરાક કેવી રીતે લે, અને કઈ સ્થિતિમાં લે તે જાણવાની ખાસ જરૂર છે, અને તે અણીને તે નિયમાનુસાર વર્તવાથી શરીર સ્થિતિ સારી રહેવા ખાસ સંભવ હેવાથી તે નિયમ અત્રે દર્શાવવામાં આવે છે. અને મનુષ્ય જીવનની સફળતા કરવા ઇચ્છનાર-મનુષ્ય જીવન પ્રાપ્ત કરી ડું ઘણું પણ લેખે લગાડવા ઈચ્છનાર, પ્રાપ્ત ફરજોને છેડે અંશે પણ બજાવવા ચાહનારને બનતી કોશીષે તે નિવમે અમલમાં મૂકવાનું સુચવવામાં આવે છે. * નિયમ ૧લે-જ્યારે ખાવાના સમયે ભેજનના અવસરે સેડામાં પ્રવેશ કરે ત્યારે પ્રથમથી જ ખુશાલી ધારણ કરે. પહેલાની મુશ્કેલીઓ, દિલગિરી અને માનસિક ધમાધમ જે કોઈ હોય તે રડાની બહાર મૂકી શાંત સ્વસ્થ ચિત્તથી–ખુશાલ-આનંદી કરણથી રસોડામાં પ્રવેશ કરો. મનમાં આનંદ રાખો, અને આસપાસ પણ રકાનંદજ ફેલાવજે. જયારે સેડામાં પ્રવેશે એટલે ગુસ્સે, ક્રોધ, ઈર્ષા, કે દિલશિકી સર્વ વિસરી જજે, અને તમારા સર્વે કુટુંબને પણ આનંદીત ચહેરામાંજ ખજે. એટલેકે ગૃહમાં કલેશ કે કંકાસ જમવાના વખતે દૂરજ ટાળજો. મનને કલિત રાખજે-આનંદમાં રાખો અને સર્વ કાર્યની વ્યગ્રતા-વ્યાપારની કે બીજા કેઈ પણ કાર્યની વ્યગ્રતા હોય-ચિંતા હેય-તે સર્વને રસોડામાં તમારી સાથે પ્રવેશવા છે નહિ. એટલે કે સર્વ ચિંતા-વ્યગ્રતાને-માનસિક જંજાળને-મનોવ્યાધિને કરજ રાખજે, જમવાના સમયે નિર્મળ અંતઃકરણ-શાંત-થી-સ્વસ્થ ચિત્ત અને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32