Book Title: Jain Dharm Prakash 1903 Pustak 019 Ank 02 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જનધર્મ પ્રકાશ પ્રતિષ્ઠાના મહેચ્છવમાં તે સંબંધી કાર્યો માટે અનેક વસ્તુઓ જેઈએ તેની માગણી કરવા તેમજ આ મહાનું કાર્ય સંબંધી હકીકત નિવેદન કરી સંમતિ મેળવવા જનવર્ગનું એક ડેપ્યુટેશન સંસ્થાન ભાવનગરના મુ ખ્ય દિવાન સાહેબ રા, રા, પ્રભાશંકરભાઈ દલપતરામ પટણી પાસે ગયું અને બધી હકીકત નિવેદન કરી જે. ઉપરથી તેઓ સાહેબે ઘણી ખુ. શીથી સંમતિ આપી અને જે જે વસ્તુઓ જોઈએ તે તે આપવા માટે યોગ્ય અધિકારીઓ ઉપર ચીઠ્ઠી લખી આપી ભાવનગરના રાજ્યની આ અનુકુળતા સર્વ રાજ્ય કરતાં અતિ શ્રેષ્ઠ છે. પ્રજા વર્ગને માટે જે વસ્તુઓ જોઈએ તે ઘણી ખુશી સાથે આપવામાં આવે છે. પ્રા શબ્દની ખરેખર વ્યાખ્યા ભાવનગરમાં જ સાર્થક થાય છે એટલે કે રાજા પ્રજાની વચ્ચે પિતા પુત્ર તૂલ્ય સંબંધ ખરેખર ત્યાંજ દષ્ટિએ પડે છે. ઉપર પ્રમાણે બધી સગવડ થઈ ગઈ, કામકાજ શરૂ થયું, પ્રતિષ્ઠાની સામગ્રી એકઠી કરવા માંડી, પ્રતિષ્ઠા કરાવનાર ગૃહસ્થને માટે આમંત્રણ પત્રો ખાયા, એવામાં એકાએક દેવેછા વિપરિત હોવાથી અણધાર્યું વિદ્ધ આવી પડ્યું. ચત્ર શદિ ૮ ની બપોરે રાજમહેલની સામેના મકાનમાંથી એકદમ અગ્નિ ઉત્પન્ન થયા અને પંદર મીનીટમાં તે આખું મકાન અગ્નિ રૂપ થઈ ગયું; એટલું જ નહીં પણ વચમાં ૫૦ ફટ રસ્તો છતાં એકદમ સામી બાજુએ રાજમહેલને પણ અગ્નિ સ્પર્શ થયો અને સાંજ સુધીમાં સુમારે છે લાખનું નુકશાન કરીને ઉઠેલે અગ્નિ કેટલેક અંશે વિરામ પામ્યો. લોકોના દિલ હાલ કલ થઈ ગયા, ચારે બાજુ ખિન્નતાની છાયા લાગી ગઈ, રાજા, પ્રજા અને અધિકારી વર્ગ તમામ ઉદાસ થઈ ગયો, હૃદયમાં ભય હિનીએ એક છત્ર રાજ્ય જમાવ્યું, લેકો દૂર રહ્યા. છતાં પણ પિત પિતાના રક્ષણમાં તત્પર થઈ ગયા, અગ્નિ પ્રકોપ વિના પણ સર સામાનનો ફેરફાર કરવાથી કોને હજારો રૂપીઆનું નુકશાન થઈ ગયું, નુકશાની માટી રકમની અંકાવા લાગી. દેશાવરમાં તારે ફરી વળ્યા અને લાગતા વળગતાએને દૂર દેશાવરમાં રહ્યા છતાં પણ દિલગિરિએ પિતાને તાબે કર્યો. આ અગ્નિ પ્રકોપમાં શ્રી જૈન ધર્મ પ્રસારક સભાની ઓફીસ તમામ પુસ્તકો લાઈબ્રેરી, ફરનીચર, વહીવટી દફતરે વિગેરે સહિત બળીને ભસ્મ થઈ ગઈ, કાંઇ પણ નીકળી શક્યું નહીં. આ બનાવ અનિવાર્ય ખેદકારક બન્યો. છેવટે ઉપરના ઉપદ્રવથી થયેલા નુકશાનની ખરી રકમ અંકાણી, કુલ નુકશાન છ લાખને સુમારે ગણાયું. જેમાં અધ ભાગનું દરબારશ્રીને થયું, For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28