________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જનધર્મ પ્રકાશ.
ગુભાઇના પ્રયાસથી આવી ગયો. તે સાથે રસ્તા માંહેના વિસામા વિગેરે બાંધકામને રીપેર કરવાનું કામ પણ અરજી આપવાના વાંધાથી અટકી રહેલું હતું તે ઘટીત રીતે અરજી આપવાનો નિર્ણય થઈને પતી ગયું. હવે તે જરૂર સુખશાંતિજ ચાલુ રહેવાનો સંભવ હતો તેવામાં ગમે તે કારણસર હાલના ઠાકોર માનસિંહજીના દિલમાં અકર્તવ્ય આચરવાનો વિચાર ઉદ્ભવ્યો.
સુરતના નામાંકિત ઝવેરી નગીનદાસ ઝવેરચદનો વિચાર સિદ્ધાચળજી ઉપર એક સુંદર જિન મંદિર બંધાવવાને થતાં તેમણે ઠાકરસાહેબને પિતાનો વિચાર જણે બે, તે કારણ હાથ ધરીને તેમને દેરાસર બાંધવા રોગ્ય જમીન બતાવવાનું મિષ કરી ઠાકોર પોતે પિતાના હજુરીની રથ માહ શુદિ ૧૫ મે પવિત્ર શત્રુંજય ડુંગર ઉપર ચડ્યા. આટલી હકીકત ઉ. પરથી જ સિદ્ધ થઈ શકે એમ છે કે તેમને વિચારજ જરૂર કાંઈક નવીન પ્રવૃત્તિ કરવાનો હતો. નહીં તે જમીન બતાવવા માટે કાંઈ તેમને પોતાને જવાની જરૂર નહોતી એ દેખીતું છે ડુંગર ઉપર ચડીને પ્રથમ દ્વરમાં પેસતાં જ શેઠ આણંદજી કલ્યાણજીના સીપાઈ અને નેકરોએ બુટ કાઢી નાખી મોજા પહેરવાનો રીતસર અરજ કરી પણ તેને નહીં ગણકારતાં તેઓ એમને એમ ચાલ્યા. આગળ ચાલતાં બે ત્રણ વાર ફરીને તે બાબત અરજ કરવામાં આવી. પણ તે ધ્યાનમાં ન લેતાં એમને એમ ચાલ્યા ગયા. તે બધી ટુંકમાં ફરી સગાળપળમાં થઈ હાદપિળમાં પેસી પ્રદક્ષિણામાં ભમતીની તમામ દેરી એની પાસે કર્યા અને પગમાં બુટ રાખવા ઉપરાંત મોઢામાં ચીરૂટ રાખી તેને દુર્ગથી ધુમાડો અને વાસ બધે ફેલાવ્યો. આ પ્રમાણેનું અયોગ્ય આચરણ કરીને બહાર નીકળતાં રામપળ લગભગ નગીનદાસ ઝવેરી મળ્યા. તેમને દેવકીજીના છ પુત્રની દેરી પાસેની જગ્યા બતાવવામાં આવી. પરંતુ તેઓ બુટ પહેરીને ફર્યાની વાત બહાર આવતાં નગીનદાસનું મન બહુજ નાખુશ થઈ ગયું, જેથી તેમણે તરતમાં પિતાનો તમામ વિચાર માંડી વાળ્ય.
આ બાબતમાં ઝેરી નગીનદાસે દરબારને આવવાનું કાંઈ પણ સૂચ વેલું નહીં છતાં તેઓ તે કારણનું મિષ લઈને આ પ્રમાણે ચડયા અને આશાતના કરી જેથી તમામ યાત્રાળુઓનું દિલ ઘણું જ દુખાતાં તેમણે ઝવેરી નગીનદાસને પણ તે સંબંધમાં ઠપક પાત્ર ગયા જેથી તેમનું દિલ એર નાખુશ થયું.
For Private And Personal Use Only