Book Title: Jain Dharm Prakash 1903 Pustak 019 Ank 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાલીતાણાના દરબાર અને જના. ૪૫ યાત્રાળુ માંહેના આગેવાન ગૃહસ્થાએ તેમજ કારખાનાના મુનીમે આ બાબતના ખબર શ્રી અમદાવાદ તથા મુંબઈ વિગેરે સ્થળે શેઠ આણંદજી કલ્યાણજીના પ્રતિનિધિઓને તેમજ જૈનવર્ગના આગેવાન ગૃહસ્થોને આપ્યા. તેમણે રાજકોટ એજંટ ટુ ધી ગવર્નરને તેમજ વઢવાણ કેમ્પ પોલીટી કલ એજંટને તારધારા તરતજ ખબર આપ્યા અને ત્યારથી આ વાત ચરચાએ ચડી આખા હિંદુસ્થાનમાં તમામ શ્રાવક ભાઇઓને આ ખબર ક્રમે ક્રમે પહોચી ગયા અને પિતાના પવિત્ર તીર્થની આ પ્રમાણે આશાતના થવાથી તેમના દિલ પારાવાર દુઃખાયા. આ બાબત હજુ શાંત પડી નહતી તેવામાં કોણ જાણે શું કારણથી યા છે અવિચારને ઉભવ છે કે જેથી ચતર શુદિ ૧૫ મે પાલીતાણા દરબારની પોલીસના ઉપરી પિતાના સીપાઈઓની સાથે ચિત્ર શુદિ ૧૫ ના મહા પવિત્ર દિવસે મહા પવિત્ર શ્રી શત્રુંજય ડુંગર ઉપર ચડયા અને કાર ખાનાના નોકરોનું અપમાન કરી તેમની બુટ ઉતારવાની વ્યાજબી વાતને નહી ગણકારતાં બુટ સુધાં અંદર ચાલ્યા ગયા. તેઓ પણ ભમતીમાં ચારે બાજુ ફર્યા. સ્વેચ્છાએ વત્ય અને યાત્રાળુઓની ધર્મ સંબંધી લાગણીને હદપાર દુઃખાવી. પોલીસના સીપાઈઓ બુટ સાથે અંદર ફરતા હતા ત્યારે તેના ઉપરી બહાર બેઠા હતા, તેની પાસે આવીને સીપાઈઓને એવી રીતે નહીં કરવા દેવાનું એકથી વધારે વાર નમ્રતા સાથે યાત્રાળુઓ તરફથી કહેવામાં આવ્યું ત્યારે છેવટે તેમણે માણસ મોકલીને સીપાઈઓને બોલાવી લીધા. આ અકાર્ય પોલીસના ઉપરીએ ગમે તે કારણથી કર્યું હોય પરંતુ તેમાં ઠાકોર સાહેબને હાથજ નહે એમ કેઇનાથી પણ માની શકાશે નહીં કારણ કે આવું અઘટિત પગલું ધણીની હાંશવિના ભરી શકાય જ નહીં. વળી પિલીસને ઉપર જવાનું એવું કાંઈ ખાસ કારણ પણ તે દિવસે ઉત્પન્ન થયેલું નહોતું. માત્ર ઇરાદા પૂર્વક જે ગઈ હતી. આ બનાવના ખબર તરતજ મુંબઈ અમદાવાદ વિગેરે શેહેરેએ તારદાર ત્યાં રહેલા પ્રતિષ્ટિત યાત્રાળુઓએ આપ્યા. અને ત્યાંથી પાછા રાજકોટ તેમજ વઢવાણ યંગ્ય અધિકારી તરફ તેવા ખબર આપવામાં આવ્યા તેમજ આ બાબતમાં યોગ્ય દાદ પણ માગવામાં આવી. હાલમાં બહાર પડેલા ખબરને આધારે જણાય છે કે-શેઠ આણંદજી કલયાણજીના પ્રતિનિધિઓએ આ બાબતમાં વ્યાજબી દાદ માગવા સારૂ બ્રા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28