________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભઢેશ્વરમાં મહત્સવ. ગામની પૂર્વ દિશાએ જરા દુર વસહીના દેરાને નામે ઓળખાતું બાવન જિનાલયવાળું એક દેરાસર છે. તેમાં મધ્યના દેરાસરમાં મૂળનાયક શ્રી વર્તુમાનસ્વામી છે, તેની વર્ષગાંઠને મેળે દરવર્ષ ફાગણ શુદિમાં ભરાય છે. સુદ ૪ થે લોકો આવવા માંડે છે, બજાર ભરાય છે, શુદ ૫ મે ધ્વજા ચડે છે અને સુદ ૬ ઠે મેળ વિસર્જન થવા માંડે છે. એમ એકંદર ત્રણ દિવસ મેળ રહે છે.
હાલમાં ચારે બાજુ ચાલતા પ્લેગના દુષ્ટ વ્યાધિને સબબે પાંચ છ વર્ષ થયા આ મેળો ભરાતો નહોતો પરંતુ એણના વર્ષમાં કચ્છદેશમાં સુખાકારી સારી હોવાથી મેળો ભરાય છે. માણસ સુમારે ૧૫૦૦૦ એકઠું થયું હતું ધ્વજા ચડાવવા વિગેરેનું ધી પુષ્કળ ઉપર્યું છે. એકંદદ ૫૦૦૦૦ કેરીની દેરાસરમાં ઉપજ થઈ છે. અત્રે ઘી મણ ૧ ની કોરી ૬ ને ભાવ ઠરાવેલે છે. મૂળ મંદિર ઉપર ધજા ચડાવવાનું ઘી મણ ૨૦૫૧ બોલીને શ્રી માંડવીવાળા શા. ધનજી લીલાધર હા. અમરચંદ કાનજીએ ચડાવી છે. તેના ઉપરની વાવટી ઘી મણ ૧૦૦૧ થી ખાખરવાળા શા. દેવરાજ નાગશી તથા શા ગુણપત નકુએ ચડાવી છે. અને બાવન દેરીઓ વિગેરે ઉપર ધ્વજાએ ચડાવવા વિગેરેનું મળીને ઘી મણ ૪૦૨૫ થયું છે. શ્રીમંત ગૃહસ્થોએ પિતાના દ્રવ્યનો લાહે લીધે છે.
આ દેરાસરજી અને પ્રતિમા બહુ જુના વખતની છે. દેરાસર. સપ્રતિ રાજાની અગાઉના વખતનું છે. તેને જીર્ણોદ્ધાર તેરમા સૈકામાં જગ પ્રસિદ્ધ જગડુશાએ કરાવ્યો હતો ત્યારપછી હાલમાં શ્રી માંડવીવાળા શેઠ પીતામર દાસ શાંતિદાસ તથા શ્રી સંધ તરફથી છદ્ધાર થાય છે. આરસ અને રંગરીપેરનું કામ થવાથી દેરાસર બહુ રમણિક બન્યું છે. હજુ કામ ચાલે છે.
અહીં ઘણું વર્ષોથી મેળો ભરાય છે. પ્રથમ ફાગણ સુદ ૮ ઉપર ભરાતે હતો તે ૧૦-૧૫ વર્ષથી કેટલાક કારણસર ફાગણ સુદ ૫ ઉપર ભરવામાં આવે છે.
અહીંયાં સુમારે દશ વર્ષથી કારખાનું સ્થાપવામાં આવ્યું છે એનું નામ શેઠ વમાન કલ્યાણજી રાખવામાં આવ્યું છે. આ તીર્થ પણ શ્રી મલ્લીનાથજીની જેમ પ્રભાવિક અને પ્રખ્યાત છે. તેની યાત્રાને લાભ ગુજરાત
For Private And Personal Use Only