________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જનધએ પ્રકાશ કાઠીઆવાડ વિગેરે દેશોના જૈન બંધુઓએ લેવા કેમ છે એવી મારી અંતકરણથી વિનતી છે.
સંઘવી ખીમજી જેરાજ.
અંજાર. કચ્છ.
बनारस समाचार.
લખતાં ઉમંગ થાય છે કે હું તા. ૧૮-૫-૧૯૦૩ ના રોજ શ્રી બનારસ દર્શન કરવા માટે ગયા હતા. ત્યાં જિનમંદિરના દર્શનને અપૂર્વ લાભ લીધા બાદ ખબર મળ્યા કે અહીં જૈન સંસ્કૃત પાઠશાળા સ્થાપવા માટે મુનિરાજ શ્રી ધર્મવિજયજી, અમીવિજયજી, કીર્તિાવજયજી, મેહનવિજયજી, ઈંદ્રવિજયજી, મંગળવિજ્યજી અને વલ્લભ વિજયજી પધારેલા છે. તે ઉપરથી તેમના દર્શનને પણ લાભ લીધે. તેમની સાથે બીજા ૧૧ વિદ્યાર્થીઓ છે. તેઓ સાહેબને વિચાર તો ૪૦ વિદ્યાર્થી ભેગા કરવાનું છે. પરંતુ સદરહુ પાઠશાળાનો ખર્ચ ચલાવવા માટે થયેલું ફંડ ઘણું ઓછું છે, તેથી મને ખેદ થાય છે, આવા મુનિરાજે ગુજરાત જેવા દૂર દેશથી વિહાર કરી પૂર્ણ પરિ. શ્રમવડે અહીં સુધી પધાર્યા છે, ઉપરાંત હજુ પણ પૂર્ણ પરિશ્રમ લઈ આ પાઠશાળાને ઘણું સારા પાયા ઉપર લાવવા ધારે છે. મારે તેઓ સાહેબ સાથે કેટલીક વાતચિત થઈ તે ઉપરથી મને એમ માલમ પડ્યું કે તેઓ સાહેબના વિચારે ઘણું ઉમદા અને અમૂલ્ય છે. જે આપણી જન કેમ આ બનારસ પાઠશાળાને સારી રીતે મદદ કરશે તે જરૂર જૈન કોમ અને જનધર્મની સારી રીતે ઉન્નતિ થશે એમાં કાંઈ પણ શક નથી.
શા. મંગળદાસ રણછોડદાસ.
જનરલગંજ, કાનપુર,
For Private And Personal Use Only