________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જનધમ પ્રકાશ ન્સન બારિસ્ટર પાસે ઘડાવીને એક અરજી એજંટ ટુ ધી ગવર્નરને આપી છે. તે અરજી તપાસ કરવા માટે તે નામદારે વઢવાણ કેમ્પ મે. પિલીટીકલ એજંટ ઉપર મોકલાવી છે. જેની તપાસ તા. ૨૫ મી મેએ ચાલવાની છે. આ બાબતમાં અમારે હજુ ઘણુ લખવાનું છે પરંતુ ઉપર જણાવ્યા પ્રમા ણે તપાસ ચાલવાની હોવાથી તેનું પરિણામ જણાતા સુધી વધારે લખવું મુલતવી રાખીએ છીએ. તે પણ એટલું જણાવ્યા સિવાય કહી શકતા નથી કે-પાલીતાણુ ઠાકોરનું આ પગલું જરૂર તેમને વિમાસણ કરાવનારું થઈ પડ્યા શિવાય રહેશે નહીં. કેમકે આ વખત નજરે જોનારા સાક્ષી એટલા બધા છે અને એવા પ્રતિષ્ઠિત છે કે તેમાં ના મુકરર જવું ચાલી શકે એમ નથી. તેમજ એ પ્રમાણે બુટ પહેરીને જવાને અમારે હક છે એવું ઠાકોર સાહેબ એક પ્રતિકિત માણસ પાસે બોલ્યા છે તેવો હક સાબિત કરે છે તે વાક્ય ઉપર ચુસ્ત રહેવું બને બહુ જ મુશ્કેલ છે.
આ બાબતમાં ગવર્નર જનરલ લેર્ડ કરઝન અને મુંબઈના માનવંતા ગવનર લેર્ડરે જેવાએ જૈનોના પવિત્ર તીર્થોનું માન જાળવી આવકારેથી બુટ બદલી મજા પહેરવાને દાખલો બતાવે છે તો તેના તાબાના એક સામાન્ય રાજ્ય કક્ષાએ એવી રીતે અપમાન પહોચાડવાને પિતાને હક છે એમ કહેવું તે કેટલું બધું બેહંદુ છે તે સામાન્ય જન પણ સમજી શકે એમ છે. ટુંકામાં અમે તે હાલ આ હકીકત ઉપરથી એટલેજ સાર ગ્રહણ કર્યા છે કે આ કાર્ય વિના જ વિપત યુદ્ધ જેવું છે. નહીં તે શ્રાવકવ ઉપરની દાઝે દેવમૂર્તિઓનું અપમાન કરવાને માઠો સંકલ્પ કદાપિ થાય જ નહીં.
भद्रेश्वरमा महोत्सव. ભદ્રેશ્વરનું તીર્થ કી દેશમાં દક્ષિણ સમુદ્રને કિનારે આવેલું છે. પૂર્વે ત્યાં ભદ્રાવતી નામની નગરી હતી. હાલમાં નાનું સરખું ગામ વસે છે.
For Private And Personal Use Only