________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનધર્મ પ્રકાશ. કર્મ વિગેરે ક્ષેપવ્યું હતું. સામે પુંડરિક જીવાળા દેરાસરમાં મૂળનાયકજી ચિંતામણી પાર્શ્વનાથજીની સ્થાપના કરવા માટે વેરા અને જીવણ તથા મગન જીવણની વિધવાઓ ઉભી રહેલી હતી. આવી રીતે તમામ તૈયારીઓ થઈ રહ્યા બાદ શ્રાવક વર્ગ પૂષ્ણાહું ભૂખ્યાë, ઘતાં પ્રિયંતા, ની ઘોષણા કરી રહ્યા હતા. એ પ્રમાણેની સાવધાની ચાલતાં બરાબર મુહુર્ત સમય આવ્યો એટલે પન્યાસજી શ્રી ગંભીરવિજયજીએ સંg કસ્તાં તરતજ થાળી વેલણ શબ્દ થયું હતું અને તે સાથેજ મૂળનાયકજી વિગેરે તમામ જિન બિંબેની સ્થાપના કરવામાં આવી હતી. તેમજ બધા ધ્વજદંડ અને કળશનું પણ આરે પણ કરવામાં આવ્યું હતું. તે વખતે ચારે તરફ થતા વાછત્રોના નાદ અને આનંદનો ધ્વની લેકના કર્ણને બધિર કરી નાખતો હતો.
પ્રતિષ્ટા થયાના વાછત્રોના શબ્દવડે ખબર પડતાંજ દર્શન કરવા માટે શ્રાવક શ્રાવિકાઓને મોટો સમુહ દેરાસરની અંદર આવ્યું જેથી પ્રતિષ્ઠા કારકે વિશ્રામ માટે બહાર આવ્યા હતા. માણસની ભીડ એટલી બધી થઈ હતી કે જેમાંથી પસવું નીકળવું પણ ભારે પડતું હતું. આવી ભીડ કલાક દેઢ કલાક રહ્યા પછી જ્યારે ભીડ મળી પડી ત્યારે પ્રથમ પિોંખણું કરાવવામાં આવ્યા અને ત્યારબાદ પ્રતિષ્ઠા સંબંધી બાકીનો નાત્ર, દેવવંદનાદિ તમામ વિધિ યાવત બળિદાન દઈને દેવેનું વિસર્જન કરવા પર્યત કરવામાં આવ્યું હતો. આ વિધિમાં પણ પન્યાસજી પિતાને યોગ્ય તમામ ક્રિયા કરાવવામાં સામેલ રહ્યા હતા અને સૂરિમંત્ર પૂર્વક તમામ જિનબિંબ ઉપર તેઓ સાહેબે સપરિવાર વાસક્ષેપ કર્યો હતો. એ પ્રમાણે પ્રતિષ્ઠાનો વિધિ ખલાસ થયો હતો.
શા. ભીભુવનદાસ ભાણજીને પ્રતિષ્ઠાનો આદેશ આપે તે વખતે તેને ભણે નવકારસી બાબત માં ૨૧૦૦૧, આપવાના કહ્યા હતા પરંતુ પાછળથી પ્રણામ વૃદ્ધિ પામતાં તેમણે પિતાના નામથી જ નવકારશીના નોતરાં દીધાં હતાં. ત્યારબાદ સ્નેહી વર્ગની પ્રેરણાથી વાણીઆ માત્રને તે દિવસે જમાડવા માટે ચોરાશી નાતના આગેવાન ગૃહસ્થોને બોલાવીને વાણુઆ માત્ર (ચોરાશી)ના નેતરાં પણ દીધાં હતાં જેથી વૈષ્ણવ વણિક વર્ગને પણ આજે જમવાના નેતરાં હતા. ઉપરાંત ભાવસારે જૈન ધર્મ પાળતા હોવાથી તેમને પણ જમવાનું હતું. એને માટે જુદા જુદા ચાર રસોડાં કરવામાં આવ્યા હતા. બપોરને વખત થયો એટલે તો ચારે તરફ આખા શહેરમાં
For Private And Personal Use Only