Book Title: Jain Dharm Ane Natak Author(s): Kirtiyashvijay Publisher: Navinchandra Khimji Mota View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્યારથી ધર્મને નામે નાટક ભજવવાની ચર્ચા ઉભી થઈ છે ત્યારથી સુધારાવાદિઓએ ધર્મના નામે ધર્મના ઓઠાં નીચે રહીને શ્રી જૈન શાસનના સ્થાપક શ્રી જિનેશ્વરદેવને, જૈન સિધ્ધાંતને અને જૈન ધર્મના આરાધકોને વિકૃતરૂપે રજુ કરવાનાં શરૂ કરી દીધાં છે. આ નાટક ભજવાયા પછી તે નુકશાન થશે તે જુદું પણ હજીતો તે ભજવાયું નથી પણ માત્ર એનાં પગરણ મંડાયાં છે. એમાં જ ઉલ્કાપાત મચી ગયો છે. “પુત્રનાં લક્ષણ પારણે ની જેમ આ નાટકની ચર્ચાએ શ્રદ્ધા તત્વ ઉપર ભયંકર કુઠારાઘાત મારવાનો પ્રયત્ન આદર્યો છે. આજના બિભત્સ અને મર્યાદાહિન નાટક અને સિનેમાઓએ વર્તમાનકાળનાં જીવોને ભયંકર નુકશાન કર્યું જ છે. પરંતુ એનાથી જેટલું નુકશાન થયું છે તેના કરતા પણ વધારે ધર્મનાનામે ભજવાનાર નાટકો-સિનેમાં સનેસ્લાઈડ અને સેકડેથી થવાનું છે. કારણ કે-નાટક-સિનેમા જેનાર એને ધર્મ માનીને નથી જોતાં જ્યારે આજે ધર્મનાનામે તમે જે નાટક-સિનેમા બતાવવાનો યત્ન થઈ રહ્યો છે તેનાથી તે ધર્માધર્મનો વિભાગ જ નષ્ટ થશે. જગતમાં જેમ અનાદિકાળથી ધર્મ ચાલતો આવ્યો છે તેમ અધર્મ પણ અનાદિકાળથી ચાલતે આવ્યો છે અને ચાલવાનો પણ છે જ તેને કોઈ રોકી શકવાનું નથી. પરંતુ જ્યારે ધર્મના નામે અધર્મ ફેલાતો હોય ત્યારે ધર્મી જીવની જવાબદારી છે કે–તેઓએ તેને અટકાવવા શક્ય હોય તેટલો યત્ન કરવો જોઈયે. અને તે કરે તો જ તેઓ ધર્મની રક્ષા કરવાનાં સૌભાગ્યને For Private and Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32