________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બરાબર નથી. ભગવાન શ્રી નેમિનાથના ભાવને વ્યક્ત કરવા કળાકાર પિતાની જાતને કથા વસ્તુના પાત્ર તરીકે કપે નહિ ત્યાં સુધી તેવાં વ્યક્ત કરાતા ભાવમાં જોઈતી અસરકારકતા લાવી શકે જ નહિ. એજ રીતે પ્રેક્ષકોને પણ કળાકારને કથા વસ્તુના પાત્ર તરીકે જ જોઈ રહ્યા છીએ તે જાતને ભાવ તેમના મનમાં આવે નહિ ત્યાં સુધી તે પ્રસંગને જેવો જોઈએ તે આનંદ માણુ શકે નહિ. આયોજકે પાત્રોના નામે બદલવા તૈયાર ન થયા એ પણ આ વાતને સાબિત કરે છે. p. તથા જે નૃત્યમાં શ્રી નેમિનાથ ભગવાનનું પાત્ર રજુ ન થતું હોય તે “નેમ-રાજુલનું એક પાત્રીય નૃત્ય” એમ કહી શકાય ? વળી ભગવાન શ્રી નેમિનાથ પ્રભુએ આવા કઈ હાવભાવ કર્યો હોય તેવું તે ભગવંતના ચરિત્રને શાસ્ત્રો દ્વારા જાણનારે. કદિ કહી શકે નહિ. એ રીતે પણ એ તદન અઘટિત છે.
આમ કોઈપણ રીતે આવી નૃત્યનાટિકા કે ધાર્મિક નાટક ભજવાય તે ઈષ્ટ નથી. તેને માટે જે બચાવ કરવામાં આવે છે અને ધર્મપ્રચારને હેતુ આગળ ધરવામાં આવે છે તે અયોગ્ય છે. સમજુ આત્માઓએ આવી નૃત્ય નાટિકા કે આવાં ધાર્મિક નાટક ભજવાતાં અટકાવવા પ્રયત્ન કરે જરૂરી છે અને અધિકારીઓ પણ તેમાં સહાય કરે તે ઈચ્છવાગ છે.
સં. ૨૦૩૩ કિ. શ્રાવણ સુદ ૧
સુરત.
For Private and Personal Use Only