Book Title: Jain Dharm Ane Natak
Author(s): Kirtiyashvijay
Publisher: Navinchandra Khimji Mota

View full book text
Previous | Next

Page 29
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખવડાવાય પણ તેને માટે તો તેને ભુખ્ય રાખવું પડે અને જરૂર પડે તો કડવી દવાઓ ખાવી પડે અને ઈજેકશને પણ આપવા પડે. જીવનભરની અનિયમિતતાથી જ્યારે શરીરના અવયવોમાં સડો લાગુ પડ્યું હોય ત્યારે પૌષ્ટિક ચીજોથી એનું પિષણ ન કરાય પણ પ્રથમતે એ અનિયમિતતા દુર કરવી પડે અને સડેલા ભાગને કાપી નાખવો પડે. તેમ-નાટક સિનેમા જેઈને જેનું માનસ, જીવન બગડ્યું હેય તેનું જીવન સુધારવા એ નાટક સિનેમા મૂલથી બંધ કરવા પડે અને નાટક સીનેમાને સ્થાને ધમ–પ્રવૃત્તિઓને જીવનમાં સ્થાન આપવું જોઈએ. સદવિચારોને આશ્રય લે જાઈએ. આવા સીધાસાગના આશ્રયને ત્યાગ કરી ઉંધા માર્ગે જવું અત બુધિગમ્ય પણ નથી અને હિતકર પણ નથી. આથી જે વર્ગનાટકની તરફેણ કરી રહ્યા છે તેને અમારું આગ્રહ ભર્યું નિવેદન છે કે તેઓ શાંત થઈ આગ્રહને ત્યાગ કરી સ્વસ્થમને પ્રત્યેક મુદ્દાઓ ઉપર વિચાર કરે અને સત્યમાર્ગને સ્વીકાર કરે કે જેથી કોઈ પણ અહિતકારી પ્રવૃત્તિને જગતમાં ધર્મને નામે સ્થાન ન મળે, કોઈ પણ જીવનું તે દ્વારા અહિત ન થાય, પ્રભુમાર્ગને નુકશાન ન થાય અને સૌ કોઈ પ્રભુની આજ્ઞાને અનુસરી જનશાસનની મર્યાદામાં રહી આત્મ કલ્યાણ સાધે એજ એકની એક શુભાભિલાષા. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32