Book Title: Jain Dharm Ane Natak
Author(s): Kirtiyashvijay
Publisher: Navinchandra Khimji Mota

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નથી પણ પ્રભુએ કહેલું કરવાનું છે જેમ કે દરેક કાળમાં રાજા વિગેરે જે જે કરે તે તે બધું જ પ્રજાથી ન કરાય. પ્રજાએ તે પિતાના માટે જે જે આજ્ઞા કરવામાં આવી હોય તેના બંધનમાં રહીને જ પ્રવૃતિ કરવી જોઈએ નહિ તો તે સજાને પાત્ર ગણાય. આવી એક વ્યવહારૂ વાત પણ કેમ નહિ સમજાતી હોય તે ખરેખર પ્રશ્ન થાય તેવું છે. આગળ વધીને સમર્થન કારોએ એવું પણ જણાવ્યું છે કે “ભગવાન શ્રી રૂષભદેવે પિતાના પુત્રાદિકને જે કળાઓ શીખવી તેમાં નૃત્ય-નાટક કળા પણ શીખવી હતી તથા ચૌદ પૂર્વેમાં પણ નાટય પ્રાભૃત હતું જેમાં આ નાટકની હકીક્ત સંગ્રહાયેલી હતી.” કઈ પણ કળા શીખવી અને શીખવવી તે જુદી વસ્તુ છે અને એ કળાને જીવનમાં સ્થાન આપવું એ એક જુદી વસ્તુ છે. શું જેટલા જેટલા રેય પદાર્થો છે તે દરેકને જીવનમાં અમલી બનાવાય ખરાં? ય પદાર્થો જાણવાના હોય છે જાણીને જે તે હિતકર હોય તો જ તેને અમલમાં મુકવાના હોય છે અને અહિતકર હોય તે તેને ત્યાગ કરવાનો હોય છે. જેના દશનમાં પ્રત્યેક પદાર્થોનાં પ્રત્યેક પાસાને પૂર્ણ રીતે વિચાર કરવામાં આવ્યા છે પણ તે દરેકને જીવનમાં સ્થાન આપવા માટે નહિં. જૈન શાસ્ત્રોમાં કંદમુળનો પણ વિચાર કરવામાં આવ્યો છે અને માંસ મદિરાના પ્રકારોને પણ વિચાર કરવામાં આવ્યો છે. હિંસા, અસત્ય. ચોરી, મૈથુન, અને પરિગ્રહના સ્વરૂપને પણ પૂર્ણ વિચાર કરવામાં આવ્યું છે એના For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32