________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે મારે જણાવવું જ જોઈએ કે- શ્રી ચૌહાણ ભગવાનશ્રી નેમિનાથ તથા શ્રી રાજીમતી એમ બનેયનું પાત્ર ભજવેજ છે. કારણ કે-ચકબ્રમણ, શંખનાદ, વિગેરે તથા લગ્ન કરવા જતાં હાથમાં શ્રીફળ રાખ્યાને દેખાવ, મેઢામાં પાનને ડુચે હોવાને દેખાવ, પશુઓ દેખાતાં પાછા ફરવું આ બધા દળે શ્રીચૌહાણ જે રજુ કરે છે તે કોના પાત્ર તરીકે ?
તો આ રીતે નૃત્ય દ્વારા ભગવાન શ્રી નેમિનાથનું પાત્ર ભજવવું અને કહેવું કે- હું તીર્થકર નથી, હા ? એ વાતતે નકકી જ છે કે-તેઓ તીર્થકર નથી જ અને કદાચ તેઓ એ ખુલાસો નહિ કરે તો પણ તેમને કેઈતીર્થકર નથી જ માનવાનું પરંતુ એમના દ્વારા કરાતો આ અભિનય તો તીર્થકરને છેજ એ એક હકીકત છે તે તીર્થકરનો અભિનય કરવો એ શું યોગ્ય છે ? આ રીતે તીર્થકરને અભિનય કરનાર હું તીર્થંકરનું પાત્ર નથી ભજવતો તેવું કહે તે કેટલું યોગ્ય છે? અને જો તેઓ તીર્થકરનું પાત્ર ન જ લેતા હોયતો નેમ રાજુલનું એક પાત્રીય નૃત્ય એમ કેમ કહી શકાય ?
વળી તે નૃત્યમાં શ્રી ચૌહાણ જે પ્રકારના હાવભાવ અને ચાળા કરે છે તે શું ભગવાને કર્યા હતાં ?
એક રાગી, વેપારી અને પામર જીવ કેઈપણ જાતની આધ્યાત્મિક યોગ્યતા વિના, અધ્યાત્મના શિખરે રહેલા પરમરાગી પરમાત્માના આંતરિક અને બાહ્યભાને તેમના અભિનય દ્વારા વ્યક્ત કરવાનો યત્ન કરે તે શું તે તારકશ્રીના અપમાન બરાબર નથી?
વળી આ. શ્રીએ એમ પણ જણાવ્યું છે કે-ભ. શ્રી નેમિનાથ પશુઓને આર્તનાદ સાંભળી વ્યાકુળ બની જાય છે તથા ભેજન માટે તે જીની હિંસા થવાની વાત સાંભળી દ્રવીત બની જાય છે.”
For Private and Personal Use Only