________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નેમરાજીલ નૃત્ય નાટિકા અને એક જૈનાચાર્ય.
જ્યારે જ્યારે ધર્મ ને નામે અધાર્મિક તત્વોને પુષ્ટિ આપવામાં આવેછે અને ધાર્મિક સત્યાનું અવમૂલ્યન કરાય છે ત્યારે ત્યારે ધર્મ શ્રદ્ધાસંપન્ન જીવા તેને અટકાવવાના સુયેાગ્ય પ્રયત્ના કરેછે. પરંતુ આવા સુયેાગ્ય પ્રયત્ના પણ જમાનાવાદી સુધારક વિચાર ધરાવનાર જીવાને પાતાની સ્વૈચ્છિક પ્રવૃત્તિમાં અતરાયરૂપ નિવડતાં જ તેએ તેને વાડી કાઢવાના અનેક પ્રયત્ના કરેછે અને શ્રદ્ધાસ‘પન્ન થવાને રૂઢીચુસ્ત, બંધિયાર માનસ, અને અનુની કહેવા સુધીની હદે પણ પહેાંચી જાય છે અને અહિંસક આંદોલનેાને પણ વખાડી કાઢવા તેને તાનાશાહી, ટાળાશાહી, ગુડાશાહી અને હિંસક કહેવાની ધૃષ્ટતા પણ આચરે છે.
આવું જ આ વખતે અમદાવાદમાં “નેમ રાજીલ” નૃત્ય નાટિકાના પ્રસ’ગમાં બન્યું છે, તે ખરેખર દુઃખજનક છે. અને એમાંય વધારે દુઃખની વાતતા એ છે કે આવા કાર્યની પુષ્ટી કરતાં વિદ્વાન ગણાતાં જૈનાચાર્ય પણ તા.૩-૮-૭૭ના ગુજરાતસમાચાર દૈનિકમાં જણાવે છે કે “ આ નૃત્ય-નાટિકા પણ ધર્માભાવના વધારનારી છે” તે ખરેખર શોચનીય મીના છે એમ મારૂ માનવું છે કારણ કે શ્રી હિંમતસિંહ ચૌહાણ દ્વારા કરાતી ત્રણે નૃત્યનાટિકાએ મે ગૃહસ્યજીવન દરમ્યાન જોઈ છે, અને એ જોયા પછી જ આજે આ વાત લખવા હુ પ્રેરાયો છું.
For Private and Personal Use Only