Book Title: Jain Dharm Ane Natak
Author(s): Kirtiyashvijay
Publisher: Navinchandra Khimji Mota

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હા ? એક વાત જરૂર છે કે–તેમનામાં કળા છે ? પરંતુ એ કળા દ્વારા તેઓ ધાર્મિક પરંપરાને અને ધમી જનનાં હૃદયની લાગણને અવગણી શકતાં નથી જ, જ્યારે તેઓ પિતાના નિવેદનમાં જણાવે છે કે- આ કાર્યક્રમ બધ રહેવાથી મારા કળાકાર આત્માને ભારે આઘાત લાગે છે” તે મારે એમને એ જણાવવું છે કે- આ નૃત્ય નાટિકા બંધ રહેવાથી માત્ર તમને જ દુઃખ થયું છે, જ્યારે આ નૃત્ય-નાટિકા ભજવવાની વાત માત્રથી અનેક ધર્માત્માના હૃદયને દુઃખ થયું છે તેનું શું ? વળી તમને થયેલ દુ:ખમાં તમારું અજ્ઞાન જ કારણ છે. જો તમે વસ્તુ સ્થિતિને સમજવા યત્ન કરશે તે તમને જરાપણ દુઃખ નહિં થતાં અનેક ધર્મશ્રદ્ધાસંપન્ન ધર્મજનનાં હૃદયને સંતોષ આપ્યાને આનંદ પણ થશેજ. p એક જૈન મુનિ તરીકે પણ એક જૈનાચાર્યના કથન સામે પ્રતિકથન કરતાં મને દુઃખ થાય છે પરંતુ વસ્તુની જે વિપરીત રજુઆત કરાઈ હોય તો તેનો ખુલાસો કરવા પણ આવશ્યક બની જાય છે. તે આ. શ્રી. જણાવે છે કે- “સંગીત, નૃત્ય-નાટિકા પણ કથાની જેમ જ લાગણીની અભિવ્યક્તિનાં જન–માન્ય સાધનો છે” બધા જન–માન્ય સાધને ધર્મ અને ધમી જન માન્ય બની શકતાં નથી કારણ કે–જન એ લોક છે અને ધર્મએ લોકોત્તર છે, વળી ધર્મમાં કેવળ લાગણીને કોઈ જ સ્થાન નથી લાગણી પ્રભુઆજ્ઞા અને વિવેકપૂર્વકની હોય તો જ ઉપાદેય છે બાકી તે લાગણી પણ ત્યાજ્ય જ છે, આજ્ઞા અને વિવેક વિનાની લાગણીઓથી અનેક યુવક-યુવતિઓના જીવનને તથા ધમધમીએ ને પણ કેટલું નુકશાન થયું છે તે શું આજે અજાણ્યું છે ? વળી તેઓ શ્રી એમ પણ જણાવે છે કે-“આવી અભિવ્યક્તિ વખતે કોઈ પણ પાત્ર તીર્થકર રૂપે રજુ થાય તે નથી બાકી કેવળ અભિનય દ્વારા પોતે તીર્થકર નથી એમ સ્પષ્ટ કરીને લાગણી વ્યકત કરે તો તેમાં કશું ખોટું નથી” For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32