Book Title: Jain 1973 Book 70 Bhagwan Mahavir Janm Kalyanak Visheshank Visheshank Author(s): Gulabchand Devchand Sheth Publisher: Jain Office Bhavnagar View full book textPage 6
________________ કલ્યાણ કે વિશ્વકલ્યાણ એ એમનું સાધ્ય છે અને ચાલુ નિયમ અને એમાં પરિવર્તન એ એનું સાધન છે. અને સાધનમાં તે કાળબળ કે પરિસ્થિતિબળને અનુરૂપ ફેરફાર કરતાં જ રહેવાનું હોય છે. શિયાળાની ઋતુ પૂરી થતાં માનવી, વગર કહ્યું, આપમેળે જ, ગરમ અને જાડાં લૂગડાં પહેરવાનું છોડીને ઝીણાં અને મુલાયમ કપડાં પહેરવા લાગે છે, એવી સાદી સમજની આ વાત છે. વળી, કેઈપણ જળાશયનું પાણી, સરિતાના જળની જેમ સતત વહેતું રહેવાને બદલે, બંધિયાર બની જાય તે છે જેમાં ખાબોચિયાના જળની જેમ ગંધાતું અને પીવાને માટે નકામું બની જાય છે તેમ, ધર્મ, સંઘ કે સમાજવ્યવસ્થાના નિયમોમાં પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવના પરિવર્તન સાથે બંધ બેસે એ ફેરફાર કરવામાં ન આવે તે એક કાળે લાભકારક બનેલા નિયમો પણ બદલાયેલ પરિસ્થિતિમાં બંધનકારક અને નુકસાનકારક બની જાય છે. એક જ દર્દીને જુદા જુદા વખતે, જુદા જુદા દદને કારણે, વૈદ્ય દવા અને પથ્યમાં ઘણે મોટો ફેરફાર કરે છે, અને એ ફેરફાર કરવામાં જ દર્દીનું હિત રહેલું છે, એ સૌકેઈના જાતઅનુભવની વાત છે. ધર્મ-સંઘ-સમાજવ્યવસ્થાને તંદુરસ્ત રાખવા માટેના નિયમ અને એમાં જરૂરી મનાતા પરિવર્તનને ભાવ પણ આ જ સમજ. આમાં તંદુરસ્ત વ્યવસ્થા એ જ ધ્યેય છે, નહીં કે એ માટે ઘડવામાં આવેલા નિયમ. અને તેથી આ નિયમોમાં સામાન્ય તેમ જ ક્રાંતિકારી કહી શકાય એવા મોટા-એમ બન્ને પ્રકારના ફેરફારને પૂરેપૂરો અવકાશ છે, અલબત્ત, આ ફેરફારની પાછળ વિવેકદ્રષ્ટિ તે હેવી જ જોઈએ, એ કહેવાની જરૂર નથી. કાંતિ અમર રહો” એ સૂત્ર દ્વારા કાંતિ સદા જાગતિ રહો એવી માગણી કરવામાં આવી છે, એને ભાવ આ જ છે. મકાનમાંથી એક વખત કચરો કાઢવાથી હમેશને માટે કામ પતી જતું નથી, પણ ઘરને સ્વચ્છ રાખવા રજેરજ સાવરણીનો ઉપયોગ કરતાં જ રહેવું પડે છે. એ જ રીતે માનવી કે માનવસમાજને વિકાસ થંભી ન જાય અને એ, કૂવામાંના દેડકાની જેમ, કટ્ટર નાફેરવાદી બનીને નરી પુરાણપ્રિયતામાં જ રાચવા ન લાગે કે અટવાઈ ન જાય એ માટે સમય અને સ્થિતિમાં થતા ફેરફાર સાથે બંધ બેસે એ પ્રકારનો ફેરફાર ધર્મ કે સંઘની સુવ્યવસ્થા માટે ઘડવામાં આવેલા નિયમમાં કરતા જ રહેવું જોઈએ. મતલબ કે જેમ ઘરની સ્વચ્છતાને સાચવવાનું કામ સાવરણું કરે છે, તેમ ધર્મ, સંઘ, સમાજ અને દેશને રવચ્છ અને તંદુરસ્ત રાખવાનું કામ ક્રાંતિ સંભાળે છે. તેથી જ વિશ્વના કમિક વિકાસનું સૂચન કરતી ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં કાંતિને મહત્વનું અને આગવું કહી શકાય એવું સ્થાન મળેલું છે. મતલબ કે કાંતિને યથાગ્ય આવકાર આપ્યા વગર ફેંકાંતિ પોતાના વિકાસક્રમમાં આગળ ન જ વધી શકે. અને ભગવાન મહાવીર જેવા સર્વજ્ઞ, સર્વદશી ધર્મનાયકની જાણ બહાર આ વાત કેવી રીતે રહી શકે ભલા? ભગવાન મહાવીરના જીવનનાં, એમની સાધના તથા સિદ્ધિનાં તેમજ એમની તીર્થસ્થાપના અને ધર્મપ્રરૂપણાનાં અનેક પાસાં છે. બાળકથી માંડીને મહાયોગ-સાધક સુધીના નાની–મેટી છેલ્લી કક્ષાના માનવીઓને માર્ગદર્શક અને પ્રેરક બની શકે એવાં સંખ્યાબંધ પ્રસંગરત્નોથી ભગવાનનું જીવન સમૃદ્ધ, શોભાયમાન અને ગૌરવશાળી બનેલું છે. બધા શ્રદ્ધાવંત ભક્તો અને આત્મસાધક વીરે પોતપોતાની રુચિ, શક્તિ અને ભાવના મુજબ એમાંથી બળ અને તેજમાં વધારે કરી શકે એવું દિવ્ય ભાતું મેળવી શકે છે. ૧૮૦], : જૈનઃ [ ભ૦ મહાવીર જન્મકલ્યાણક વિશેષાંકPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52