Book Title: Jain 1973 Book 70 Bhagwan Mahavir Janm Kalyanak Visheshank Visheshank
Author(s): Gulabchand Devchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 18
________________ તપગચ્છના પૂર્વાચાર્યોએ જે મનાઈ ફરમાવી છે, તેમાં કંઈક રહસ્ય હોવું જોઈએ. પણ એ જ મહાપુરુષોનું ફરમાન છે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જોઈને કાર્ય કરવું જોઈએ. એટલે આપણા પરમ ગુરુદેવ, ન્યાયાંનિધિ, જૈનાચાર્ય ૧૦૦૮ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જોઈને સાધ્વીજીઓને વ્યાખ્યાન વાંચવાની આજ્ઞા આપી છે અને તેઓશ્રીના પટ્ટધર, આચાર્યદેવ, ગુરુભગવંત શ્રીમદ્ વિજયવલભસૂરીશ્વરજી મહારાજે આ આજ્ઞાનું પાલન કરી સાધ્વીજીઓના વિકાસ અર્થે અને એમની જ્ઞાનવૃદ્ધિ માટે સાધ્વીજીએને વ્યાખ્યાન આપવા માટે પ્રેત્સાહિત કર્યા છે, જેથી તેઓ આપણા સમુદાયમાં પંજાબ, મારવાડ, દક્ષિણ, પૂર્વદેશ, ગુજરાત આદિ પ્રદેશોમાં વ્યાખ્યાન આપી ધર્મપ્રચાર તથા આત્મવિકાસ બને કરી રહ્યાં છે. અત્યારે પણ આપણા સમુદાયના જૈન ભારતી વિદુષી સાધ્વી મૃગાવતીશ્રીજી તથા પ્રિયદર્શનાશ્રીજી આદિ સાધ્વીજીઓ જુદા જુદા પ્રદેશમાં વિહાર કરી પોતાનાં વિદ્વત્તાભર્યા વ્યાખ્યાનેથી ધર્મપ્રચાર અને લોકોપકાર કરી રહ્યા છે. મુંબઈ જેવા મોટા શહેરમાં મૃગાવતીશ્રીજીએ પોતાનાં વ્યાખ્યાનો દ્વારા કેટલે પ્રચાર કર્યો હતો. તેઓના વ્યાખ્યાનમાં હજારોની સંખ્યામાં માનવમેદની ભરાતી. આ વર્ષે સાધ્વીજી શ્રી જશવંતશ્રીજી, પ્રિયદર્શનાશ્રીજી આદિ ૪ સાધ્વીઓનું ચોમાસું મુ બઈમાં વિલીમાં હતું. તેમાં પ્રિયદર્શનાશ્રીજીનાં જાહેર વ્યાખ્યાને ચોપાટી જેવા વિશાળ મેદાનમાં જ્યાં, જેમાં હજારે જૈન-જૈનેતરોએ વ્યાખ્યાન-શ્રવણને લાભ લીધે. આ મારા અંતઃકરણની એ જ ભાવના છે, અને હું ઈચ્છું છું કે આપણાં સમુદાયનાં વિદુષી સાધ્વીજીઓ જાહેરમાં આવે અને પોતાનો વિકાસ સાધે. જે જે સાધ્વીજીઓ અત્યારે. વયની અને બુદ્ધિશાળી છે. તેઓ ખૂબ ખૂબ અભ્યાસ કરી, મર્યાદામાં રહી, વ્યાખ્યાને આપે અને ઠેર ઠેર વિચરી શાસનની પ્રભાવના કરી ગુરુદેવનું નામ શોભાવે. - પંજાબથી હું આ તરફ આવ્યું, તેને પાંચ-છ વર્ષ થઈ ગયાં. પંજાબ અત્યારે સાધુસાધ્વીજીઓ વિના સૂનું છે. આપણી વિદુષી સાધ્વીઓ આ ક્ષેત્રને ન સાચવી શકે તે શું થાય, તે આપણે જોવાનું છે. હું એમ નથી કહેતા કે તમે પંજાબમાં જ વિચારો અને પંજાબમાં જ રહો. પણ વારાફરતી પંજાબ, રાજસ્થાન, ગુજરાત, કાઠિયાવાડ અને કચ્છ જેવા પ્રદેશને પણ સાચવે. એ પ્રદેશમાં આપણી સાધ્વી ભગવતીઓ પધારે અને વ્યાખ્યાન આપે તે જૈનધર્મને તેમ જ ગુરુદેવના વિચારોને કેટલે પ્રચાર થાય અને સાથે સાથે એમનો પિતાને પણ કેટલે વિકાસ થાય, એ આપણે વિચારવું જોઈએ. એટલા માટે જ મને અત્યારે વિચાર થયે કે આ સમયે અહીં આપણું સમુદાયનાં ઘણુ સાધ્વીજીએ ભેગાં થયાં છે, તે તેમના સમયને અને તેમની વિદ્વત્તાને સદુપગ થયા તેમ વિચારી આ તકે આપણા સમુદાયનાં સાધ્વીજીઓનું નાનું સરખું સમેલન, અવિધિસર રીતે, ગુરુદેવની જન્મભૂમિ વડોદરા શહેરમાં જીને શાસનની પ્રભાવનાને વિચાર કર ઉચિત છે, અને મારી આ અભિલાષા છે. - કેટલાંક સાધ્વીજીઓને એમ લાગે છે કે ઠરાવે તૈયાર કરવા, ઠરાવ પસાર કરવા અને પછી જ તેને વર્તનમાં મૂકવામાં ન આવે તે તેને અર્થ શું? આ વિચાર સાચે છે. પણ મારી ભાવના ઠરાવ પાસ કરવાની કે એને પ્રસિદ્ધિ આપવાની નથી. પણ મારે ઉદ્દેશ તે કેવળ એટલે જ છે કે વિદ્યાભ્યાસ દ્વારા તેમ જ વકતૃત્વકળાની કેળવણી દ્વારા આપણું સાધ્વી ૧૯૪] જૈનઃ [ ભ૦ મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52