Book Title: Jain 1973 Book 70 Bhagwan Mahavir Janm Kalyanak Visheshank Visheshank
Author(s): Gulabchand Devchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 11
________________ – શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ એક વિરલ પ્રસંગ શાસ્ત્ર અને પરંપરાના જાણકાર જે શાસ્ત્રમાં ઠેરઠેર કહેવામાં આવેલ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની ઉપયોગિતાને સહદયતાપૂર્વક સમજે કે સ્વીકારે નહીં તે એ જાણકારી એકાંગી બનીને બીજાના સહજ અધિકારને ઈન્કાર કરીને એના વિકાસને રૂંધનારી બની જાય છે. તપગચ્છના મોટાભાગના મુનિવરે પોતાના જ ગચ્છના સાધ્વીસમુદાયને શાસ્ત્રાભ્યાસ અને વ્યાખ્યાન વાંચવાની છૂટ આપવાની બાબતમાં આજે પણ આવું જ એકાંગી અને અન્યાયી વલણ ધારણ કરવામાં શાસનની શોભા અને રક્ષા માની રહ્યા છે, એ ખરેખર, પાના હાથે જ પોતાની જાતને હાનિ પહોંચાડવા જેવું અકાર્ય છે. અને આમ કરીને ભગવાન મહાવીર, અહિંસા અને કરુણાની ભાવનાથી પ્રેરાઈ, નારીવર્ગના ઉદ્ધારનું જે મહાન અને અસાધારણ કાર્ય કરી ગયા એમાં જાણે આપણે પીછેહઠ કરવા માગીએ છીએ ! સાધ્વીજી શ્રાવકો સમક્ષ વ્યાખ્યાન વાંચે તે જાણે ધરતીકંપ ન થઈ જવાને હય! પણ તપગચ્છ સાધુસમુદાયના આવા ખેદજનક વલણ સામે જ એ જ ગચ્છને કઈ આચાર્ય કે મુનિવર, ભગવાન મહાવીરના આ કાર્યનું મહત્ત્વ પિછાવીને તેમ જ સંઘના કલ્યાણ અને ઉત્કર્ષની દૃષ્ટિએ એની ઉપકારિતા સીકારીને પોતાના સાધ્વીસમુદાયને શાસ્ત્રાભ્યાસ માટેની તેમ જ વ્યાખ્યાન વાંચવાની પૂરી મેકળાશ આપે એટલું જ નહીં, એ માટે એમને હેત-વાત્સલ્યપૂર્વક પ્રેત્સાહન આપે ત્યારે ધખધખતા રણમાં શીળી છાંયડી મળ્યા જે આન દ થાય, એ સ્વાભાવિક છે. ગત ફાગણ સુદ ૧૫ તથા વદ ૧-૨, એ ત્રણ દિવસ હું આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજ તથા સાધ્વીજી શ્રી મૃગાવતીશ્રીનાં દર્શને વડેદરા ગયા હતા. આચાર્ય મહારાજના વડેદરા પ્રવેશ નિમિત્તે એમના આઝાવતી ૮૦-૯૦ સાધ્વીજી મહારાજે વડોદરામાં ભેગા થયાં હતાં. આ પ્રસંગે આચાર્ય મહારાજે પોતાના સમુદાયનાં સાધ્વીજીઓ શાસ્ત્રાભ્યાસ, લેખનશક્તિ, વકતૃત્વવિદ્યા અને બીજા ઉપાયો દ્વારા, પિતાને વિશેષ વિકાસ સાધી શાસનની વધુ સેવા માટે તૈયાર કેવી રીતે થઈ શકે એની વિચારણા કરવા ત્રણ દિવસ માટે સાધ્વીઓનું સમેલન મેર્યું હતું. આ સમેલનની વિગતે આ અંકમાં અન્યત્ર જોઈ શકાશે. આ સંમેલનમાં ત્રણ દિવસ હાજર રહેવાને મને લાભ મળ્યો હતે. - આચાર્યશ્રી ત્રણ દિવસ સમેલનમાં હાજર રહ્યા અને તેઓશ્રીની પ્રેરણાથી ત્રણે દિવસ સમુદાયના વડા સાધ્વીજીએ મંગલચરણ તથા સર્વમંગલ કર્યું, એટલું જ નહીં, નાનામાં નાના સાધ્વીજીએ પણ પોતાના વિચારો નિઃસંકેચ રીતે વ્યક્ત કરવાનું આચાર્ય મહારાજે મમતાથી નીતરતું પ્રોત્સાહન આપ્યું. આ દશ્ય વિરલ અને હૃદયને ગદગદ બનાવી મૂકે તેમ જ ચિરસ્મરણીય બની રહે એવુ હતું. કયાં આ ભદ્રપરિણમી અને કલ્યાણકામી આચાર્યશ્રીની આવી ભવ્ય ભાવના અને કયાં સાધ્વીઓના વિકાસની આડે અવનવા અવધ મૂકવા માંગતા આપણુ અન્ય આચાર્યો અને મુનિવરે! આ સમેલન સુંદર થયું. એમાં વ્યક્ત થયેલી ભાવનાને સફળ બનાવવા માટે આચાર્ય મહારાજે તથા આ સાધ્વીજીઓએ યેજના તૈયાર કરીને એને અમલ કરવા માટે સત્વર ધ્યાન આપવું જોઈએ. ૧૦. મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક ? જેન: [ ૧૮૫

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52