________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४५ તેઓ જૈનધર્મને ત્યાગ કરીને અન્ય ધમાં કદાપિ બની જાય પણ કેઈનું મસ્તક છે કે નહીં એટલે બધે દયાભાવ તેઓની કુલપરપરામાં હાડોહાડ વ્યાપી ગયો છે, તેથી પંખીચમાં કબુતરની પેઠે તે દયાળુ બન્યા છે અને શુઓમાં મૃગશસલાંના જેવા અહિંસક બન્યા છે પણ બાહ્યધર્મ વ્યવહારની દૃષ્ટિએ જૈનેએ તેમાં એકાંત દૃષ્ટિ ધારાને ભૂલ ખાધી છે અને તેથી જૈનેની અસ્તિતતાને ભયમાં લાવી મૂકી છે. વૈદિકપોરાણિક હિંદુઓએ પણ મુસલમાનેની આગળ છક્કડ ખાધી છે અને હવે તે જાગવા લાગ્યા છે. ભવિષ્યકાલ અનંત છે. સર્વ મનુષ્યને એક સરખે ધર્મ તથા દર્શન રચતું નથી. જૈનધર્મનાં તત્ત્વજ્ઞાન તથા આચારને પાળનારા લેકે પ્રગટશે માટે જોએ જૈનધર્મ તત્ત્વજ્ઞાનને પ્રકાશ કરવા કટિબદ્ધ થવું જોઈએ અને ગમે તેવા અધ્યાત્મજ્ઞાની બનવા છતાં પણ વ્યાવહારિક ધાર્મિક કર્તવ્યને સ્વાધિકાર કરવાં. જનાચાર્યોમાં શ્રી હરિભદ્રસૂરિ. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ, શ્રી યશોવિજ્ય ઉપાધ્યાય વગેરે મહાસમર્થ પુરૂ થયા છે. શ્રી ઉપાધ્યાયજીએ પાતંજલગદર્શનપર ટીકા કરી છે. જૈનમુનિસંઘમાં પ્રથમ એજ પ્રગટયા કે જેમણે અન્યદનીય પાતંજલગ સૂત્રપર ટીકા કરી પિતાની ઉદારતા જણાવી. તેમણે સ્વરચિત પુસ્તકોમાં ભગવદગીતા વગેરેના શ્લોકોની સાક્ષીએ આપી છે, તેમણે દિગબરિ અષ્ટસહસ્ત્રી ગ્રન્યપર વિવેચન કર્યું છે. શ્રી હરિભદ્રસૂરિએ પણ તેવી પ્રવૃત્તિ સેવી હતી. તેના પગલે ચાલીને (મહારનો નાત નવા) એન્યાયે શ્રી ઈશાવાસ્યોપનિષદપર અનુભવાર્થ વિવેચન લખ્યું છે તેમાં કંઇ જનતત્ત્વજ્ઞાને યાદ્વાદષ્ટિથી વિરૂદ્ધ લખાયું હોય તે ગીતાર્યોની આગળ તથા શ્રી સંઘની આગળ મિથ્યાદુકૃત દઉ છું અને અશુદ્ધ ભાગ તેઓ સુધારશે એમ વિનવું છું. ત્રણ જ્ઞાનના સ્વામી અને જેણે દ્વાદશાંગીની રચના કરી અને જેનાં બનાવેલાં આગ શાસ્ત્રો હાલ
For Private And Personal Use Only