Book Title: Ishavasyopanishad Bhavarth
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 336
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધમાં આવીને ભમરીનું રૂપ ધારણ કરી ઉડી જાય છે. તે પ્રમાણે જિનવર પરમાત્મા પૂર્ણબ્રહ્મનું ધ્યાન ધરતાં આત્મા તે નામરૂપને મેહ ત્યાગીને શુદ્ધ પૂર્ણ બ્રહ્મને પામે છે અને જન્મજરામરણ બંધનથી મુકત થૈ પૂર્ણ સ્વતંત્ર પરમાત્મા બને છે. પૂર્ણબ્રહ્મને પૂર્ણજ્ઞાનાનન્દ પ્રગટાવવા માટે પૂર્ણભાવના ભાવવી. હું પૂર્ણ આત્મા છું, મને કોઈ વસ્તુની ન્યૂનતા નથી. સચ્ચિદાનંદ મારૂં સ્વરૂપ છે. જે જે જડવસ્તુઓ ઈચ્છાય છે તે હું નથી હું આત્મા નિત્ય પૂર્ણ છું. સર્વદેશકાલવિષયની પ્રાપ્તિવિના હું બ્રહ્મ પૂર્ણ છું. નામ રૂપના મેહવિના સર્વદા જ્ઞાનાનન્દરૂપ છું, મારા બ્રહ્મસ્વરૂપમાં અનંતજ્ઞાન અને અનંત આનંદ છે. આત્માના પૂણનન્દની પ્રાપ્તિ માટે અન્યૂછાઓની–વાસનાઓની જરૂર નથી. આત્મા સ્વભાવે આનંદમય છે તે માટે અન્ય વસ્તુઓની જરૂર પડે તેમ નથી. આત્માને આનંદ વાત્મામાં પૂર્ણ છે તેની પ્રાપ્તિ માટે કામગોની પરતંત્રતા વેઠવાની જરૂર નથી. આત્માના પૂર્ણાન-દ માટે બાહ્ય રાજય લક્ષ્મી સત્તા વગેરેની જરૂર પડે તેમ નથી. આનંદ માટે અજ્ઞાનીઓને ધનદારાદિ વસ્તુઓ પ્રિય લાગે છે પણ આત્મામાં પૂર્ણાનંદને નિશ્ચય થયા પછી જડવસ્તુઓની પ્રિયતા રહેતી નથી. આનંદ માટે માન સન્માન કીર્તિ વગેરે ઇચ્છાય છે પણ આત્મામાં પૂર્ણનન્દને નિશ્ચય થયા પછી નામરૂપની ઉપાધિથી કીતિ થાય, વા અપછીતિ થાય, માન થાય, વા અપમાન થાય તેમાં હર્ષ શેક સુખ દુઃખની વૃત્તિ રહેતી નથી. અપૂર્ણ બુદ્ધિથી દુખ મેહ છે અને પૂર્ણ બુદ્ધિથી કોઈપણ બાબતને અસતેષ રહેતું નથી. અન્ય વસ્તુઓના સંગમાં અને વિયે-- ગેમાં પૂર્ણભાને સર્વત્ર સર્વદા સર્વથા પૂર્ણતા છે એ અનુભવ થયા પછી ગ્રહણ ત્યાગાદિમાં કર્તાદિમેહવૃત્તિ રહેતી નથી. હાસિચોથી આત્માની પૂર્ણતામાં કંઇ વૃદ્ધિ થતી નથી, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360