________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ
પાત્રરૂપ મોહનું ઢાંકણું ઉઘાડવા માટે આત્મજ્ઞાની ગીતાણે ગુરૂના શરણે જવું જોઈએ. જે માયારૂપ સુવર્ણ પાત્રમાં રાગદ્વેષથી મુંઝાતા નથી અને કંચન કામિનીને ત્યાગ કરી આત્મામાં લયલીન મસ્ત રહે છે. એવા આત્મજ્ઞાની મહાત્માગુરૂનું શરણ કરવું અને સેવાભક્તિ કરી તેમની કૃપા પ્રસન્નતા મેળવવી. જ્ઞાની ગુરૂના આદેશ પ્રમાણે વર્તવું અને પોતાની મનવાણુકાયાની સ્વછંદતાને રોકવી. ગુરૂ કરે તેમ ન કરવું પણ ગુરૂ જે આજ્ઞા કરે તેમ વર્તવું. તેમને પોતાને આત્મા નિવેદ અર્થાત ગુરૂથી ભૂતકાળના અને વર્તમાનકાલના કેઈપણ વિચારાચારોને ગુપ્ત ન રાખવા. ગુરૂ એજ પરમેશ્વરને પ્રતિનિધિ છે. ગુરૂમાં અને પ્રભુમાં ઐક્ય ધારવું. ગુરૂના જ્ઞાનમાં સંશય ન ધરે તથા તેમની સેવાભક્તિ કરતાં ખેદ, કાયાપણું, દ્વેષ, ચંચલપણને અને અનાદરપણાને ત્યાગ કરે. ગુરૂના આશયને પરિપૂર્ણ સમજવા માટે લક્ષ્ય દેવું. પરમેથરની જીવતી પ્રતિમા ત્યાગી ગીતાથ ગુરૂ છે, જે બ્રહ્મજ્ઞાન પામ્યા છે તેજ અન્યને બ્રહ્મજ્ઞાની બનાવી શકે છે, સમ્યગુજ્ઞાનના દાતા તેજ સશુરૂ છે, તેમને કરડેભવ સુધી કોટિ કોટિ સેવાભક્તિનાં કર્મો કરતાં છતાં પણ પ્રતિબદલે–પ્રત્યુપકાર વાળી શકાતે નથી. સ્યાદ્વાદષ્ટિએ જેમણે અનેક પંથના એકાંતકદાગ્રહ મિથ્યાભિનિવેશ ટાળ્યા છે તેવા ત્યાગી આત્મજ્ઞાની ગુરૂનું શરણ કરવું.
જ્યારે ગુરૂની સેવાભક્તિમાં અપઈ જવું, એ સ્વાર્પણ સેવાભક્તિ ભાવ પ્રગટે છે, ત્યારે જ સમ્યગજ્ઞાનની અને સમગુ ચારિત્રની પ્રાપ્તિ થાય છે. ક્રોધ, માન, માયા, લેભ વગેરે દુર્ગુણેને ટાળી ગુરૂના શરણે જવું. ગીતાર્થ ગુરૂના શરણે જવાથી મેહની સર્વ પ્રકૃતિને ઉપામ, પશમ અને ક્ષાયિકભાવ થાય છે. ગુરૂ પોતાના શિષ્યને આત્મપ્રકાશના ઉપાયે તેઓના સ્વાધિકારે બતાવે છે, ગુરૂપર પૂર્ણ શ્રદ્ધા, પ્રીતિ હેય છે એવા ભક્ત શિષ્યના આત્મા
For Private And Personal Use Only