________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૧
શેની વાસનાને અને ધમેહબુદ્ધિને પ્રેરીને પુના સંસારમાં રખડાવે છે. માયા આવી પ્રબલ છે તે પણ તે આત્માના બળથી તુર્ત નષ્ટ જૈ જાય છે. કોડે મણ કાષ્ટના જથ્થાને જેમ અગ્નિકણ બાળીને ભસ્મ કરે છે. સર્વત્ર ફેલાયેલા તમને જેમ સૂર્યનાં કિરણે એક પલકમાં દૂર કરે છે, તેમ માયારૂપ સુવર્ણપાત્રને મેહ મૂકતાં તુર્ત આત્માને જ્ઞાન પ્રકાશ થાય છે અને તેથી અનંતભવનાં બાંધેલા અને સંચિત કરેલાં તથા ઉદીરણા અને ઉદયમાં આવેલાં કર્મને ક્ષણમાં નાશ થાય છે અને તિભાવે રહેલી આત્માની જ્ઞાનાદિ શક્તિને ક્ષણમાં પ્રકાશ થાય છે. દુનિયાના જડપદાથ વિષયો કંઈ, આત્માને બંધ કરવા સમર્થ થતા નથી પણ જડપદાર્થો, દેહ વગેરેમાં તે અહંવ, મમત્વ, રાગદ્વેષ, કામભાવ છે તે બંધન કતાં થાય છે અને એવા અહં મમત્વ રાગદ્વેષ કામ અજ્ઞાનરૂપ સુવર્ણપાત્રને ઉખેડી નાંખવામાં આવે અર્થાત હઠાવી નાંખવામાં આવે તે આત્માજ આત્માના સત્યધર્મને દેખી શકે છે અને આપોઆપ સ્વરૂપે પરબ્રશ બને છે. આત્મા જ આત્માને ઉદ્ધાર આત્માવડે કરી શકે છે પણ માયાવડે તથા અન્યરાગદ્વેષાદિ પરિણતિવાળા કલ્પાયલા ઈશ્વરવડે સ્વાત્માને ઉદ્ધાર થતું નથી. જેનામાં રાગદ્વેષ છે તે અન્યને ઉદ્ધાર કરી શકતા નથી એવી બુદ્ધિ તે સાત્વિક બુદ્ધિ છે, એવી સાત્વિકબુદ્ધિથી રાગદ્વેષમય સુવર્ણપાત્રરૂપી માયામાં નિર્મોહ રહી શકાય છે અને તેથી સર્વવિશ્વમાં સમભાવ પ્રગટે છે તેથી સમસ્વરૂપમહાગની પ્રાપ્તિ થતાં હિરણ્યમય માયા પાત્રનું મુખ તુર્ત ઉઘડી જાય છે અને કેવલજ્ઞાનરૂપ સત્યને પ્રકાશ થતાં આત્મા પરમાનંદરૂપ પ્રકાશે છે. આત્માના સત્યનું આચ્છાદન કરનાર મોહમાયારૂપ સુવર્ણપાત્ર છે તે સૂર્યના કિરણથી હિમ જેમ ગળી જાય છે તેમ દયા પ્રમ સત્ય શક્તિ મત્રીભાવ જ્ઞાનભક્તિનિલેપકર્મ વગેરેના સદવિચારાથી
For Private And Personal Use Only