________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન્યારે છે. મન સુધી અવિદ્યા અને વિદ્યાને સંબંધ છે. આત્મામાં ઉંડા ઉતરતાં કેવલજ્ઞાન પ્રગટતાં અવિદ્યા અને વિઘાને સંબંધ રહેતા નથી. પણ હમ આદિ હિંસા કર્મો કે જેથી પરમેશ્વર પ્રસન્ન થતું નથી અને જે સંઘ સમાજ તથા ધર્મદૃષ્ટિએ પશુહેમાદિ કર્મો કરવા યોગ્ય નથી તે કર્મ કરવાં તે અવિદ્યા છે પણ આત્મજ્ઞાન હિતાર્થ, પ્રજારાષ્ટ્ર, સમાજ સંધ, ધર્મ હિતાર્થે દેશકાલાનુસાર યોગ્ય કર્તવ્યને ગૃહસ્થાશ્રમમાં તથા ત્યાગાશ્રમમાં અંતરાત્માની પ્રેરણાથી નિષ્કામપણે કરવા તે વિદ્યા છે. સંસારમાં જ્યાંસુધી શરીર છે ત્યાં સુધી તેની કંઇ કંઇ પ્રવૃત્તિ થયા કરે છે, અને કાયાથી, વાણીથી, મનથી કંઇને કંઇ પ્રવૃત્તિ કર્યાવિના છૂટકે થતું નથી. પરંતુ તે સર્વે કર્તવ્ય કર્મોને ઉપયોગિતાની દૃષ્ટિએ પરમાત્મા પંથમાં વહેતાં કરવાં અને પરમાત્મપદ પ્રાપ્ત કરવું એજ ચેય રાખીને નિષ્કામપણે કરવાં તે વિદ્યા છે, કારણ કે તેથી કર્તવ્ય કર્મો કરતાં અંતમાં નિલે પદશા રહે છે અને દેવગુરૂધ સંઘની સેવાભક્તિના પરિણામે આત્માની ઉન્નતિ થયા કરે છે. ગૃહસ્થ ચતુર્થગુણસ્થાનમાં અને પંચમગુણસ્થાનકમાં સ્વાધિકારે દેવગુરૂધમની આરાધના સેવાભક્તિ કરે છે અને ગહરથ એગ્ય વ્યાવહારિક સામાજિક રાષ્ટ્રીય કર્તવ્યને કરે છે. અને આગળની ગુણસ્થાનકની ઉચ્ચ ઉચ્ચ ભૂમિ તરફ વિઘાગે ગમન કરે છે અને આત્માની ઉન્નતિ તથા વિશુદ્ધિ કરે છે. પ્રથમ મિથ્યાત્વગુણરથાનમાં અવિજ્ઞા અર્થાત અજ્ઞાનથી કમે-કાર્યો થાય છે. અવિદ્યા–અજ્ઞાનદૃષ્ટિથી બાહ્યકાર્યોને કેટલાક વિદ્વાન અવિદ્યા કહે છે, પરંતુ વસ્તુતઃ બાહ્યકાર્યો તે બાહ્ય કાર્યોજ છે તે અવિદ્યા પણ નથી અને વિદ્યા પણ નથી. ફક્ત તેમાં અવિધા અને વિદ્યાના ઉપચાર આરોપ કરીને તેને અવિદ્યા વિદ્યા કહેવામાં આવે છે. વિદ્યાથી અર્થાત્ જ્ઞાનદૃષ્ટિથી જે જે કર્તવ્ય કર્મો કરવામાં આવે છે તેમાં આત્માની ઉન્નતિ થાય છે, અને આત્માની શાનાદિક
For Private And Personal Use Only