________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શક્તા નથી. જેઓ પરમેશ્વરના નામે યજ્ઞ કરીને પરમેશ્વરની પ્રસન્નતાથે પશુઓને યજ્ઞમાં હોમે છે તેઓ અજ્ઞાનીઓ છે, કારણ કે તેઓ એટલું પણ જાણતા નથી કે પરમેશ્વરને રક્તમાંસ ખાવાની ઈચ્છા નથી, માટે તેઓ અજ્ઞાનીઓ છે. પરમેશ્વર અને નંત દયાળુ છે તે માંસાહારી રક્તાહારી નથી. કોઈ પ્રા
ને યજ્ઞમાં હેમ કરવાથી પરમેશ્વર પ્રસન્ન થતા નથી. મનુખ્યોએ અજ્ઞાનથી કલ્પના કરીને પરમેશ્વરને પ્રાણું માંસની જરૂર છે એવું કલ્પી અજ્ઞાન આસુરી ધર્મ પ્રગટાવે છે પણ તે સત્ય નથી, એવા અજ્ઞાનીઓ અંધે છે તેઓ પોતાના સ્વાર્થ મનુષ્યની– પશુઓની હિંસા કરે છે, એટલું તે નહીં પરંતુ તેઓ પરમેશ્વરને પણ જેવી વૃત્તિ તે ઈશ્વર માનીને પિતાની અજ્ઞાન પાપી વૃત્તિના અનુસારે પરમેશ્વર નામે પશુએ આદિનાં બલિદાન કરે છે તે અજ્ઞાન૫ અંધકારથી આચ્છાદિત થએલા મનુષ્ય પુનઃ આસુરી - નિને પામે છે. તેવા અજ્ઞાનીઓ આસુરી ધર્મશાસ્ત્રો રચીને પરમેશ્વરના નામે પશુઓ વિગેરેનું બલિદાન આપવું સાબીત કરે છે તેથી તેઓ સત્યરૂપ આત્માને હણી અસત્યરૂપ અનાત્મભાવને પામી નરકતિર્યંચની ગતિમાં અનેક પ્રકારનાં દુખે પામે છે. શુકલ યજુર્વેદીય બૃહદારણ્યકોપનિષદ્દમાં કહ્યું છે કે –
अनन्दा नाम ते लोका, अन्धेन तमसाऽऽकृता: तास्ते प्रेत्याभिगच्छन्त्य विद्वाश्सोऽबुधोजनाः ॥११॥
અનન્દા અર્થાત જ્યાં આનંદ પ્રમોદ થતું નથી એવી સાત નરમાં તેવા અજ્ઞાની મહાપાપી અસુરે મરીને જાય છે. અવિદ્વાને, અબુધે, પુણ્ય પાપને વિવેક કરી શકતા નથી. પુણ્ય કર્મથી પુણ્ય થાય છે અને પાપ કર્મથી પાપ થાય છે તેને વિવેક જાણુજ શકતા નથી. અજ્ઞાનીઓ અલ્પ સમાન છે તેઓ અજ્ઞાન, અસત્ય, હિંસા, ચોરી, વ્યભિચાર, મોહ, દુવૃત્તિ પ્રવૃત્તિરૂપ
For Private And Personal Use Only