________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈચ્છા થાય છે પણ તે કેવલ મેહ અજ્ઞાન છે. શરીરના ભાગથી ક્ષણિક કલ્પિત સુખની સાથે અનેક રોગો પ્રગટે છે તથા બળ, બુદ્ધિ, પરાક્રમ, આયુષ્યને નાશ થાય છે. શરીરના મૈથુન માટે એક બીજાના શરીરને ઈછતાં તેથી દુખની રાશિ પ્રગટે છે. ક્ષણિક મિથુન સુખની પાછળ અનંતગણું દુઃખ રહ્યું છે. પ્રભુ પરમાત્માનું
વરૂપ અનુભવ્યા વિના શાંતિસુખ નથી. આત્મામાં અનંત સુખ છે એ દૃઢ નિશ્ચય જેને થાય છે તે દેહવીર્યને બે દ્વારા નાશ કરતું નથી. પુરૂષ અને સ્ત્રી પરસ્પર એકબીજાના દેહના રંગમાં મુંઝાઈને દેહવીર્યને નાશ કરે છે તેથી દીર્ધકાલ જીવી શકતાં નથી, તથા દેહવીર્યના નાશથી ધ્યાનજ્ઞાન સમાધિને પ્રાપ્ત કરી શકતા નથી અને મનની નિર્બલતાથી આત્માના વીર્યને પ્રગટાવી શકતાં નથી માટે બ્રહ્મચર્ય પાળી ઉર્વરેતા બનવું તથા નવનિધ બ્રહ્મચર્યનીવાડને ધારણ કરવી. સર્વ પ્રકારના પાંચેઈદ્રિના ભોગેની ઈચ્છાએની નિવૃત્તિ તે ભાવ બ્રહ્મચર્ય છે. આત્મા તે બ્રહ્મ છે તેમાં આનદરસથી રમવું તે ભાવ બ્રહ્મચર્ય છે. રાગદ્વેષની પરિણતિને ત્યાગ તે ભાવ બ્રહ્મચર્ય છે. મનને જડપદાર્થોમાંથી ભટકતું વારીને આભામાં મનને રમાવવું તે ભાવ બ્રહ્મચર્ય છે. સર્વ શુભાશુભ વિચાથિી મુક્ત થવું અને તેના કારણે અવલંબવા તે ભાવ બ્રહ્મચર્ય છે. બ્રહ્મચર્યથી મનવાણુકાયાની શક્તિ સુદૃઢ રહે છે અને મનવા
કાયાની શુદ્ધિ થાય છે તથા તેથી અનેક પ્રકારનાં પાપકર્મને બંધ થતું નથી. આત્માને આનંદરસ છે તેજ પ્રભુનું આનંદ સ્વરૂપ છે તેને પ્રાપ્ત કરવા માટે કાયિકવાચિક માનસિક બ્રહ્મચર્યની રક્ષા કરવી જોઈએ. આત્માને સત્યઆનંદ રસની પ્રાપ્તિ થતાં સર્વ પ્રકારના જડબેગ રસેની વૃત્તિને ઉપશમ થાય છે. બ્રહ્મચર્ય સમાન કાઈ ઉત્તમ વ્રત નથી. હડકાયા શ્વાનની પેઠે કામી પુરૂષો જ્યાં ત્યાં ભટકયા કરે છે, તેઓના હૃદયમાં મેહને વાસ હોય છે તેથી તેઓ
For Private And Personal Use Only