Book Title: Hu Parmatma chu Author(s): Subhash Sheth Publisher: USA Jain Swadhyay Mandir Songadh USA View full book textPage 5
________________ છે. પ્રકાશકીય નિવેદનEE ‘હું પરમાત્મા છું' એ પાચાનો, પ્રમુખ અને પ્રોજનભૂત સિદ્ધાંત છે. વળી તે સર્વ સિદ્ધાંતોનો શિરમોર હોય તેવો સર્વગ્રાહી સિદ્ધાંત છે. પૂજયશ્રી કાનજીસ્વામી દ્વારા બહોળી પ્રસિદ્ધિ પામેલ આ રિદ્ધાંતને હૃદયગત કરવાની કળા દર્શાવતું આ પ્રકાશન અત્યંત ઉપયોગી અને ઉપયુકત છે. મુમુ સમાજને તે સાદર સમર્પિત છે. પૂજય ગુરુદેવશ્રી કાનજીસ્વામીના પરમ ભક્ત એવા લેખક સુભાષ શેઠની આ સૌ પ્રથમ પ્રકાશિત થતી મહત્વપૂર્ણ મૌલિક કૃતિ છે. તેમાં સાત પ્રકરણ દ્વારા પ્રસ્તુત વિષયનું સર્વાગીણ સમીક્ષણ કરવામાં આવ્યું છે, તત્ત્વજ્ઞાનના ગહન અને ગૂઢ સિદ્ધાંતને પણ સરળ, રોચક અને પ્રવાહી શૈલીમાં પ્રસ્તુત કરી લોકભોગ્ય બનાવવાની લેખકની કળા નજરે તરી આવે તેવી છે. લેખક સને ૧૯૯૬થી લગભગ દર વર્ષે અમેરિકા આવે છે. અહીની સંસ્થા દ્વારા અમેરિકાના જુદા જુદા સેન્ટરોમાં તેમની શિક્ષણ શિબિરોનું આયોજન કરવામાં આવે છે. તેઓ પોતાની અસરકારક અને સચોટ શિક્ષણ શૈલી માટે જાણીતા છે. તેમની લેખન શૈલી પણ પ્રભાવક અને પદ્ધતિસરની છે. BHI Y2d8 wwwkahanguru.org 340 wwwatam-darshan.org 342 BYGGET 9. 341 પુસ્તકની શિક્ષણ માટેની પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન તૈયાર છે અને ઓડીયો સી.ડી. ટૂંક સમયમાં તૈયાર થશે. જેમને જરૂરિયાત હોય તેમણે માંગણી કરવા વિનંતી છે. લેખકના માતુશ્રીના સ્મરણાર્થે તેમના કુટુંબીજનો તરફથી આ પુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવે છે. માતુશ્રીનું ચિત્ર અને સ્મરણાંજલિ પુસ્તકના પાછળના ભાગમાં રાખી પુસ્તકના વિષયવસ્તુની મુખ્યતાને જાળવી રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. બ્રહ્મચારી વજુભાઇ શાહે સમગ્ર લખાણ તપાસી ભાષા શુદ્ધિ કરી આપેલ છે. આ પુસ્તકના પ્રકાશનમાં ઘણી ઉપયોગી સેવાઓ રાજકોટના અતુલભાઈ ધીયાએ આપી છે તે ઉપરાંત પ્રફ સંશોધનમાં રસિકભાઈ શાહ, શેલેષભાઈ ગાંધી, કિરણબેન ગાંધી વગેરે મુમુક્ષુઓએ સદાચ કરી છે મોરબીના હીરેન શેઠે આ પુસ્તકના શિક્ષણ માટે ઉપયોગી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કરી આપેલ છે. સુભાષભાઈના શિક્ષક મિત્ર નલીન સૂચકે સુંદર રેખાંકનો તૈયાર કરી આપેલ છે. ક્રિએટીવના તરુણ શાહે ટાઈપ સેટીંગ અને ડોટ એડના કમલેશ સોમપુરાએ સેટીંગ અને ડીઝાઈનનું તેમ જ કહાન મુદ્રણાલયના જ્ઞાનચંદ જેને પ્રીન્ટીંગ - બાઈન્ડીંગનું કામ સારી રીતે કરી આપેલ છે. તે સર્વેનો હાર્દિક આભાર માનવામાં આવે છે. આ પુસ્તકના અભ્યાસ દ્વારા ‘હું પરમાત્મા છું' સિદ્ધાંતને સૌ હૃદયગત કરે તેવી મંગલ ભાવના. 304, Tall Oak Traill, Tarapon Spring, FL 34688 U.S.A. Phone : 727-934-3255 Email: hasmukh33@yahoo.com wwwatam-darshan.org હસમુખ શાહ પ્રમુખશ્રી, જેન સ્વાધ્યાય મંદિર સોનગઢ, U.S.A.Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 198