Book Title: Hu Parmatma chu
Author(s): Subhash Sheth
Publisher: USA Jain Swadhyay Mandir Songadh USA

View full book text
Previous | Next

Page 4
________________ આત્મનિવેદન થક *હું પરમાત્મા છુંના પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીના પડકારોથી પ્રભાવિત થઈને તેમના દ્વારા પ્રચલિત થયેલ આ સિદ્ધાંતને હૃદયગત કરવાની કળા દર્શાવતું આ પુસ્તક આધુનિક વૈજ્ઞાનિક લેખનકળા અનુસારનું પ્રસ્તુતિકરણ છે. તેમાં પોતાના પરમાત્મસ્વભાવની ઓળખાણ દ્વારા પરમાત્મદશા તરફ પહોંચાડનાર પારમાર્થિક પંથમાં પ્રયાણ કરાવવાના એક માત્ર હેતુને સિદ્ધ કરવા માટે હું પરમાત્મા છું” સિદ્ધાંતનું સર્વાગીણ વિવેચન કરવાનો વિનમ્ર પ્રયાસ છે. આ પુસ્તક સંશોઘનપૂર્વકની સ્વતંત્ર વિચારધારા હોવા છતાં તે મૂળ શાસ્ત્રોના આધારે હોય તેની કાળજી રાખવામાં આવી છે અને દરેક પ્રકરણની અંતે આપવામાં આવેલ સંદર્ભ ગ્રંથોની યાદીમાં તે મુદ્દાસર અને વિગતવાર દર્શાવવામાં આવેલ છે. વધુ અભ્યાસ કરવા ઇચ્છતા મુમુક્ષુઓ અને વિદ્વાનો માટે પણ તે ઉપયોગી રહેશે. દરેક પ્રકરણના અંતે વીસ હેતુલક્ષી પ્રશ્નો આપવામાં આવેલ છે. તેમાં બે કે ત્રણ પ્રશ્નો સિવાય બાકીના પ્રશ્નોનું કઠિળતામૂલ્ય એકદમ અલ્પ છે. આ પ્રશ્નોના ઉત્તરો લખવાથી વિષય સંબંધી. કેળવાયેલી સમજણની સરળતાથી ચકાસણી થશે અને પોતાની સમજણ સંબંધી સંતોષ મેળવી શકાશે. હેતુલક્ષી પ્રશ્નો ઉપરાંત સૈદ્ધાંતિક પ્રશ્નોના ઉત્તરો તૈયાર કરવાથી વિષયનું દઢીકરણ થશે, વધુ અભ્યાસ માટેનો ઉત્સાહ પ્રગટશે અને પ્રકરણને વારંવાર વાંચવાથી થતી રસાતિ નિવારી શકાશે. ‘હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત થવામાં પોતે ક્યાં સુધી છે? તેનું સ્વમૂલ્યાંકન મેળવવા માટેની કસોટી પુસ્તકના અંતે અપાયેલી છે. આ પુસ્તકનો અભ્યાસ શરૂ કરતાં પહેલા અને પછી, ત્યારબાદ આનુષંગિક અભ્યાસ કર્યા પછી સમયાંતરે આ કસોટી કરવાથી ‘હું પરમાત્મા છું’ સિદ્ધાંત હૃદયગત કરવામાં પોતે ક્યાં હતો અને ક્યાં સુધી પહોંચ્યો છે? તેનો ક્યાસ જાતે જ મેળવી શકાશે. તેથી પુસ્તક વાંચતા પહેલા સ્વમુલ્યાંકન (પાનું ૧૮૧) કરી જવા ભલામણ છે. હું પરમાત્મા છું' સિદ્ધાંતના પ્રવર્તક અને પ્રત્યક્ષ ઉપકારી પૂજય ગુરુદેવશ્રી કાનજીસ્વામી તેમજ આ સિદ્ધાંતને સુવર્ણપુરી તીર્થધામના મુદ્રાલેખ તરીકે પ્રસ્થાપિત કરનાર પૂજ્ય બહેનશ્રી ચંપાબેનનાં મંગલ આશિષ અને પરોક્ષ કૃપા હેઠળ આ પુસ્તક પ્રકાશન પામે છે. તેથી તેમાં જે કોઈ સારું જણાય તે સાક્ષાત્ ઉપકારી કહાન ગુરુદેવ અને ભગવતીમાતા બહેનશ્રીનું જ જાણવું અને જે કોઈ ખામી હોય તે મારી અલ્પજ્ઞતા અને અજ્ઞાનતાના કારણે જ જાણવી. સુડા વાંચકોને જે કોઈ દોષ, ક્ષતિ કે કચાશ જણાઈ તે નિઃસંકોચ જણાવવા વિનંતી છે. આ ઉપરાંત વિષયને અનુરૂપ કોઈ સલાહ, સૂચન, માર્ગદર્શન અને અન્ય કોઈ આધારો દોરા તો તે પણ જણાવવા વિનંતી છે. નવી આવૃત્તિમાં તેનો સમુચિત ઉપયોગ કરવામાં આવશે. ‘હું પરમાત્મા છું' સિદ્ધાંતને હૃદયગત કરી સે પરમાત્મદશા પ્રગટ કરવા માટેના પારમાર્થિક પંથમાં પ્રયાણ કરે એ જ પરમ પવિત્ર ભાવના. oદિવાનપરા, વાંકાનેર (સૌરાષ્ટ્ર) ૩૬૩ ૬૨૧ ૮ (સુભાષ શેઠ) Email : subhash.sheth@yahoo.co.in

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 198