________________
રવજીભાઈ પણ દયાળુ હૃદયવાળા ભક્તિભાવથી સભર પુરુષ હતા. શ્રીમદ્ રાજચંદ્રજીને જન્મનું નામ લક્ષ્મીનંદન આપવામાં આવ્યું હતું પણ સંવત ૧૯૨૮માં તેમની ચાર વર્ષની વયે, તે નામ બદલીને તેમને રાયચંદ એવું નામ આપવામાં આવ્યું હતું જે પાછળથી રાજચંદ્ર થઈ કાયમ રહ્યું.
શ્રીમદ્ રાજચંદ્રજીના દાદાનું નામ પંચાણભાઈ હતું. તેઓ ૯૮ વર્ષના દીર્ઘઆયુષી થયા હતા. તેઓ જૈનકુળમાં જન્મેલ હોવા છતાં વૈષ્ણવધર્મ પાળતા હતા. તેમના પુત્ર શ્રી રવજીભાઈનાં લગ્ન શ્રી દેવબાઈ સાથે થયાં. માતા દેવબાઈ જૈનકુળમાંથી જૈનત્વના સંસ્કાર સાથે આવ્યાં આથી જ પરમકૃપાળુદેવ ઉપર વૈષ્ણવધર્મ અને જૈનધર્મ એમ બન્નેના સંસ્કારો પડેલા હતા.
દેહજન્મની અપેક્ષાએ શ્રીમદ્ રાજચંદ્રનો જન્મ ભલે પંચાણભાઈના કુળમાં થયો હોય, પણ સંસ્કાર જન્મની અપેક્ષાએ તો શ્રીમદ્ રાજચંદ્રનો જન્મ મહાન યોગી કુળમાં જ થયેલો છે. અધૂરા છોડેલા યોગની કડીનું અનુસંધાન શીધ્ર, વિના પ્રયાસે હોય છે. એટલે અનેક જન્મોના યોગસંસ્કારોનો અમૂલ્ય વારસો લઈને અવતરેલા શ્રીમદ્ રાજચંદ્રજી ખરેખરા કુળયોગી-આજન્મયોગી હતા.
બાળ રાજચંદ્ર શુક્લપક્ષના ચંદ્રની જેમ દિન-પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગ્યા. તેઓનું બાળપણ આનંદમાં વીત્યું હતું. વવાણિયા ગામની આસપાસ અઢાર તળાવડીઓ છે. આ તળાવડીઓ આસપાસ શ્રીમદ્ રાજચંદ્રજી બાળગોઠિયાઓ સાથે ફરતા-રમતા તેમજ આનંદ કિલ્લોલ કરતા હતા.
પોતાના પિતામહ શ્રી પંચાણભાઈ પાસેથી તેમણે કૃષ્ણકીર્તનનાં પદો તેમ જ જુદા જુદા અવતારોના ચમત્કારોના પ્રસંગો બાળવયમાં સાંભળ્યા હતા. તે બધાથી પ્રભાવિત થઈને શ્રીમદે બાળવયમાં રામદાસજી નામના સાધુ પાસે કંઠી બંધાવી હતી. આમ બાળવયમાં તેમનામાં વૈષ્ણવ સંપ્રદાયનો રંગ વિશેષ હતો. જો કે જૈનકુળમાં જન્મેલ હોવાને કારણે તેમને વવાણિયામાં જૈનોનો સંગ વધ્યો હતો. તેમના સંગમાં તેમને જૈનધર્મનાં પ્રતિક્રમણ સૂત્ર, સામાયિક સૂત્ર તથા અન્ય ગ્રંથો વાંચવા મળ્યાં. તે ગ્રંથોમાં પ્રબોધેલા સૂક્ષ્મ અહિંસાભાવને લીધે જૈનધર્મમાં પ્રીતિ વધી. તેવામાં તેમણે બંધાવેલી કંઠી તૂટી ગઈ, જે તેઓએ ફરીથી બંધાવી નહિ.
પરમકૃપાળુદેવ હજુ તો સાત વર્ષની વયના હતા ત્યારે વવાણિયામાં અમીચંદ નામના એક ગૃહસ્થ, સર્પદંશ થતાં મૃત્યુ પામે છે. આ અમીચંદભાઈ બાળક રાયચંદ પ્રત્યે બહુ પ્રેમથી વર્તતા હતા. બાળક રાયચંદને કોઈએ કહ્યું કે, અમીચંદભાઈ તો
. હૃદયસખા શ્રી સૌભાગ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org