Book Title: Hit shiksha Chattrisi Author(s): Dharmdhurandharsuri Publisher: Shrutprasarak Sabha View full book textPage 5
________________ પ્રકાશકીય (આવૃત્તિ પહેલી) આ “હિતશિક્ષા છત્રીશી'નો પ્રચાર ખૂબ થાય એવી ઈચ્છા તેના વાચનમાત્રથી સહૃદયના હૃદયમાં ઉદ્ભવ્યા વગર ન રહે એ નિશ્ચિત છે. આમાં કાવ્યનું તત્ત્વ ગેયતા છે તે સાથે તેમાં કહેલી હિતશિક્ષાઓ એક-એકથી ચડિયાતી છે. આ છત્રીશી ઉપર વિવેચન પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયધર્મધુરન્ધરસૂરીશ્વરજી મહારાજે લખ્યું અને તે ક્રમશઃ ૨૮ લેખાંકોમાં “શ્રી જૈન ધર્મપ્રકાશમાં છપાયું. તેમાં યોગ્ય સુધારાવધારા સાથે પુસ્તકરૂપે અમે પ્રકટ કરીએ છીએ. યોગ્ય પ્રસાર પામીને હિતવૃદ્ધિ કરે એવી ઇચ્છા સાથે વિરમીએ છીએ. – પ્રકાશક પુનર્મુદ્રણ પ્રસંગે * લગભગ ચાલીસ વર્ષ પહેલાં લખાયેલું હિતશિક્ષા છત્રીશીનું વિવરણ વિ.સં. ૨૦૧૫માં પહેલીવાર પુસ્તકાકારે પ્રકાશિત થયું તે પછી વર્ષો વીત્યા બાદ તેની એ જ શૈલીમાં (બાળબોધ લિપિ અને ગુજરાતી ભાષા) બીજીવાર પ્રકાશિત થયું. તે પછી ગયા વર્ષે તાજેતરમાં જે ગુજરાતી લિપિમાં પ્રકાશન થયું તેને ગુજરાતના શ્રી સંઘે ખૂબ ઉમળકાથી વધાવ્યું. એ હજાર નકલ તો ચપટી વગાડતાં જ ઊપડી ગઈ અને તેની સતત માંગ ચાલુ રહી તેથી આ તેનું પુનર્મુદ્રણ પ્રકાશિત થાય છે. આનાથી એ ફલિત થાય છે કે વાચનની રસરુચિ તો છે જ પણ તેને આવું હળવું, પોષક અને સુપાચ્ય જોઈએ છે. અંતે આમાં કથિત હિતશિક્ષાને જીવનમાં ઉતારી સર્વ જીવો સુખી થાઓ. વિ. સં. ૨૦૫ર – પ્રકાશક - પુનઃ પુનશે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 142