Book Title: Hit shiksha Chattrisi
Author(s): Dharmdhurandharsuri
Publisher: Shrutprasarak Sabha

View full book text
Previous | Next

Page 4
________________ તૃતીય આવૃત્તિ પ્રસંગે માનવજીવનને સુખ-શાન્તિ ને આનન્દમય બનાવવામાં જ્ઞાન અગત્યનો ભાગ ભજવે છે. એ જ્ઞાનના અભાવમાં સુખની ભરપૂર સામગ્રી વચ્ચે પણ મનુષ્ય દુઃખમય જિંદગી ગુજારે છે. જ્યારે એ જ્ઞાનની હાજરીમાં સુખનાં એવાં કોઈ સાધનોના અભાવમાં પણ પરમ સુખ-શાન્તિમય જીવન જીવે છે – આવો છે જ્ઞાનનો અજબ મહિમા. “હિતશિક્ષા-છત્રીશી' જીવનમાં જ્ઞાનનો પ્રકાશ પાથરનાર નાની પણ મૂલ્યવંતી કૃતિ છે. પંડિત પ્રવર કવિ શ્રી વિરવિજયજી મહારાજે રચેલ હિતશિક્ષા-છત્રીશી ઉપર પૂજ્ય આચાર્ય (તે વખતે મુનિશ્રી) શ્રી વિજયધર્મધુરન્ધરસૂરીશ્વરજી મહારાજે વર્ષો પહેલાં સુન્દર વિવેચન લખેલ, જે “શ્રી જૈન ધર્મપ્રકાશ' માસિકમાં ક્રમશઃ ૨૮ લેખાંકોમાં પ્રકાશિત થયેલ અને તે પછી તેને શા. અન્નાજી તથા કેસાજીના સ્મરણાર્થે શા. સોનમલ અત્રાજીએ પોતાના પુત્ર હુકમીચન્દજીના જીવનમાં સંસ્કારની અભિવૃદ્ધિ થાય તેવી મંગલ કામનાથી હિન્દી ટાઈપમાં વિ. સં. ૨૦૧૫માં પુસ્તકરૂપે પ્રકાશિત કરેલ. વિ. સં. ૨૦૪૯માં – પરમ પૂજ્ય સૌમ્યમૂર્તિ આચાર્ય મહારાજ શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજ, શ્રી પૂજ્ય આચાર્ય શ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મશ્રી તથા પૂજ્ય પંન્યાસ શ્રી પ્રદ્યુમ્નવિજયજી મહારાજ આદિના ભાવનગર ચાતુર્માસ દરમ્યાન આ પુસ્તકના પ્રકાશન માટે પ્રેરણા મળતાં શ્રી વૃદ્ધિનેમિઅમૃત-ગ્રંથાંક ૩૫ તરીકે પ્રકાશિત થયેલ આ પુસ્તકને પુનઃ પ્રકાશિત કરી વાચકોના કરકમલમાં મૂકતાં અમે અપાર આનંદ અનુભવીએ છીએ. વિ. સં. ૨૦૫૦ આષાઢી પૂનમ - શ્રી જૈન સાહિત્યવર્ધક સભા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 142