Book Title: Hemchandracharya Smaranika
Author(s): Dalsukh Malvania, H C Bhayani
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 5
________________ પારિતોષિક-પુરસ્કાર આપવા તથા યોગ્ય આર્થિક સહાય કરવી. આપણા રાષ્ટ્રધનસમા પ્રાચીન સાહિત્ય અને કલાકૃતિઓનું જતન કરવું અને જતન કરતી સંસ્થા-સંસ્થાઓને અનુદાન આપવું. (૯). અધ્યયન-અધ્યાપન-સંશોધન-પ્રકાશન કરતી સંસ્થા-સંસ્થાઓને અનુદાન આપવું. (૧૦) સંસ્કૃતિની વિશિષ્ટ સેવા-રક્ષા કરનાર તથા સમાજની સંસ્કારિતાને પોષનાર પ્રેરણા આપનાર/પાનાર, વિશિષ્ટ વ્યક્તિ-વ્યક્તિઓની સ્મૃતિમાં યોગ્ય સ્મારક કરવું અને તેવું થતું હોય તો તે માટે અનુદાન આપવું. (૧૧) સાહિત્ય અને સંશોધનને અર્થે વ્યાખ્યાનો, વ્યાખ્યાનમાળાઓ તથા પરિસંવાદો (સેમિનારો) વ.નું આયોજન કરવું તેમજ સાહિત્યિક અને સંશોધન અંગેના સામયિકો/જર્નલોનું પ્રકાશન કરવું. (૧૨) ટ્રસ્ટની ઉપરની તમામ પ્રવૃત્તિઓ-યોજનાઓ સાથે શ્રીહેમચન્દ્રાચાર્યનું નામ જોડવાનું રહેશે. ભારતીય સંસ્કૃતિના મહાન જ્યોતિર્ધર કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચન્દ્રાચાર્ય વિક્રમની બારમી સદીમાં થઈ ગયેલા આ મહાન જ્યોતિર્ધર જૈનાચાર્યનો સંક્ષિપ્ત જીવનપરિચય આ પ્રમાણે છે : વિ. સં. ૧૧૪૫ની કાર્તકી પૂનમે ધંધુકામાં મોઢ જ્ઞાતિના પિતા ચાચિગ અને માતા પાહિણીને ત્યાં જન્મ. નામ ચાંગદેવ. નવ વર્ષની વયે સં. ૧૧૫૪માં પૂર્ણતલ્લગચ્છના આચાર્ય શ્રીદેવચંદ્રસૂરિજી પાસે દીક્ષા લઈ સોમચન્દ્રમુનિ તરીકે સાધુજીવન આવ્યું. બાલ્ય વયમાં પણ તેમનામાં વિકસેલા ઊંડા વિદ્યાભ્યાસ, અપૂર્વ ત્યાગભાવ, તપશ્ચર્યા, જિતેન્દ્રિયતા, સંયમવૃત્તિ, ઓજસ્વિતા વગેરેથી પ્રેરાઈને ગુરૂએ સં. ૧૧૬૬માં ૨૧ વર્ષના આ મુનિને આચાર્યપદે આરૂઢ કરી હેમચન્દ્રસૂરિ તરીકે સ્થાપ્યા. કાળક્રમે, પોતાના જ્ઞાન અને તપતેજના બળે માત્ર જૈનોમાં જ નહિ, પણ જનસાધારણમાં અને એથી આગળ વધીને ગૂજરશ્વર રાજા જયસિંહ સિદ્ધરાજના આદરભાજન બન્યા. રાજદરબારમાં એમણે વિદ્વત્તાના બળે સ્વયંભૂ રીતે જ સઘળા પંડિતોમાં ટોચનું સ્થાન મેળવ્યું. સિદ્ધરાજે માળવા પર વિજય મેળવ્યા પછી અનાયાસે જ તેના ધ્યાનમાં ગુજરાતની સાંસ્કૃતિક અને વિદ્યાકીય દરિદ્રતા આવી. આ નિવારવા માટે સમર્થ પુરૂષની શોધ ચલાવતાં તેની અને સૌ પંડિતોની નજર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42