Book Title: Hemchandracharya Smaranika
Author(s): Dalsukh Malvania, H C Bhayani
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
૧૯
(સૂત્રિત સદુકિતઓનો મર્મ ) શાસ્ત્રકાર, કવિ, દાર્શનિક, ધર્મબોધક વગેરે તરીકે હેમચંદ્રાચાર્યનું સામર્થ્ય એટલું અજોડ છે કે આપણી સંસ્કાર પરંપરાના સંરક્ષણ અને સંવર્ધનમાં તેમણે કરેલા પ્રદાનનું સમગ્ર ચિત્ર આંકવા માટે તેમના પ્રત્યેક કાર્યક્ષેત્રનાં નાનાંમોટાં વિવિધ પાસાંને ગણતરીમાં લેવાં જ પડે. મહાકવિ તરીકેની તેમની રચનાઓમાં ભાષા અને શૈલીની – વર્ણન, નિરૂપણ વગેરેની જે સમૃદ્ધિ જોવા મળે છે, તેને બાજુએ રાખીને માત્ર તેમની ભગીરથ કૃતિ “ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર'માં પ્રયોજાયેલી પ્રસંગોચિત સૂકિતઓની થોડીક તપાસ કરીએ તો પણ તેની મારફત આપણને આચાર્ય પરંપરાને બરાબર પચાવ્યાની તથા તેમની ઔચિત્ય દૃષ્ટિની પ્રતીતિ થશે.
ત્રિષષ્ટિ'ના પહેલાં ચાર પર્વમાંથી મુનિ શીલચંદ્રવિજયજીએ સંકલિત કરેલી તથા “હૈમ સ્વાધ્યાય પોથી'માં ઉદ્ભૂત કરેલી દોઢસો જેટલી સદુકિતઓનું સ્વરૂપ અને તાત્પર્ય આપણે ઊડતી નજરે જ જોઈએ. જો કે હેમચંદ્રાચાર્યના સમગ્ર કાવ્યસંપુટમાં મળતી સદુકિતઓનાં ગંજમાંથી આ તો માત્ર થોડીક વાનગી લેખે જ ગણી શકાય.
સકિતઓ યોજવાની સાહિત્યિક પરંપરા બે-અઢી હજાર વરસ જૂની છે. તેમનું ક્ષેત્ર પણ વિસ્તરતું ગયું છે અને પછીથી તેમના નાનામોટા કાંઈ કેટલાયે સંગ્રહો થતા રહ્યા છે. તેમાંનો જે “શુક્રનીતિ' વગેરે જેવામાં જોવા મળતો પ્રકાર છે, તેમાં વ્યવહાર અને આચારને લગતો ડહાપણનો ભંડાર સંચિત થયેલો છે, જે કહેવતો અને બોધક સુવચનો રૂપે આજ સુધી જળવાયો છે. મારાં અભણ દાદીમાને ત્રણ સો ચારસો કહેવતો હૈયે હતી, જે સહજભાવે રોજબરોજની વાતચીતમાં તેમનાં મોંમાંથી ટપકી પડતી. આ પરિસ્થિતિ આધુનિક નગરવાસીઓને બાદ કરતાં વધતીઓછી સર્વત્ર હતી.
સૂક્તિઓનું પ્રયોજન પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે હિતશિક્ષા કે નીતિબોધ આપવાનું હોય છે. તે માટે નિત્યના જગત અને જીવન-વ્યવહારની સામગ્રીનો તે ઉપયોગ કરે છે. પરિચિત પ્રાકૃતિક જગત, પ્રાણીસ્વભાવ, મનુષ્યસ્વભાવ અને લોકવ્યવહાર તેનાં અવલંબન હોય છે, અને તે દ્વારા શું કરણીય, શું અકરણીય, શું ઘર્પ, શું અધર્મ, હિતાવહ, શું અહિતકરએ તાત્પર્યરૂપે ફલિત થતું હોય છે.
પ્રસંગ કે ઘટનાના વર્ણનનો મર્મ બતાવવા કે વક્તવ્યને ચોટ આપવા અંતે સૂક્તિ મૂકાય છે. અર્થાન્તરન્યાસ અલંકાર આવું જ કામ કરે છે. “પંચતંત્ર' અને હિતોપદેશ'ની કથાઓના આરંભ અને ઉપસંહાર રૂપે રહેલું પદ્ય પણ પ્રસ્તુત કરેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org