Book Title: Hemchandracharya Smaranika
Author(s): Dalsukh Malvania, H C Bhayani
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
૨૫
આ પ્રલોભન અસાધારણ હતું. પરંતુ પોતાના અંગત લાભ તથા પ્રતિષ્ઠા કરતાં દલસુખભાઈએ વિદ્યામંદિરની પ્રતિષ્ઠા તથા તેના સંચાલનની પોતાની જવાબદારીને વધુ મહત્ત્વની ગણી. તેઓ ટોરન્ટો યુનિવર્સિટીમાં ગયા, પણ ત્યાં દોઢેક વર્ષ સુધી વિઝીટીંગ પ્રોફેસર તરીકે સેવા આપીને તરત ભારત પાછા ચાલી આવ્યા અને વિદ્યામંદિરમાં પાછા યથાસ્થાને ગોઠવાઈ કામે લાગી ગયા.
દોઢ જ વર્ષની તેમની એ અધ્યાપન સેવાના વળતરરૂપે કેનેડાની સ૨કા૨ તરફથી આજે પણ તેમને દર મહિને સારી એવી રકમનું પેન્શન નિયમિતરૂપે મળ્યા કરે છે.
ઉપર નોંધ્યું તેમ, સાહિત્ય-સંશોધનના ક્ષેત્રમાં તેમનું પ્રદાન બહુમૂલ્ય છે. લા. ૬. વિદ્યામંદિરની ગ્રંથમાળાના સામાન્ય સંપાદક તરીકે તેમણે સંસ્થાને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અપાવનાર લગબગ એક સો જેટલા ગ્રંથો પ્રકાશિત કર્યા છે. તે ઉપરાંત, શ્રી મહાવીર જૈન વિદ્યાલયની આગમ પ્રકાશન ગ્રંથમાળામાં પૂ. મુનિશ્રી પુણ્યવિજયજી સાથે સહસંપાદક તરીકે તેમણે કેટલાક આગમોનું સંપાદન કર્યું છે. પ્રાકૃત ટેકસ્ટ સોસાયટીએ તેમના માર્ગદર્શન નીચે પોતાની ગ્રંથમાળામાં અંગવિજ્જા જેવા અણમોલ ગ્રંથોને પ્રકાશમાં આણ્યા છે. બૌદ્ધ પિટકો અને જૈન આગમોમાં તેમની અવ્યાહત ગતિ છે. ભારતીય દર્શનોના તે મૂર્ધન્ય વિદ્વાન છે. સંસ્કૃત-પ્રાકૃત-પાલિ-હિન્દી-ગુજરાતી-અંગ્રેજી ભાષાઓના તે ઊંડા જાણકાર છે. તેમણે પોતે જૈન-બૌદ્ધ દાર્શનિક ગ્રંથોનાં સમીક્ષાત્મક સંપાદનો - અનુવાદો કરી વિદ્યાપિપાસુઓ ઉપર મહા ઉપકાર કર્યો છે. તેમની કુશાગ્ર બુદ્ધિ અને તુલનાત્મક દૃષ્ટિનો ખ્યાલ આવી શકે એ આશયથી તેમણે કરેલા સંપાદન-અનુવાદના ત્રણેક ગ્રંથોનો પરિચય આપવો જરૂરી છે.
પ્રસિદ્ધ શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિના ન્યાયાવતાર ઉપર શાન્ત્યાચાર્યે રચેલ વાર્તિક અને વૃત્તિનું તેમનું સંપાદન સુપ્રસિદ્ધ સિંધી જૈન ગ્રંથમાળામાં ૧૯૪૯માં પ્રકાશિત થયું. તે સંપાદન અનેક દૃષ્ટિએ મહત્ત્વનું છે. તેમાં તેમણે લખેલાં ટિપ્પણો ભારતીય દર્શનોનો તુલનાત્મક અભ્યાસ કરનારને અતિ ઉપયોગી છે. ત્યાં દાર્શનિક સમસ્યાઓ વિશે ભિન્ન ભિન્ન દર્શનોએ પોતપોતાની દૃષ્ટિએ કરેલ સમાધાનનું પ્રરૂપણ છે. દર્શનશાસ્ત્રવિષયક તેમનું અધ્યયન-મનન કેરલું વિશદ, તુલનાત્મક અને વિસ્તૃત છે, તેનો ખ્યાલ આ ટિપ્પણો પરથી મર્મજ્ઞ જિજ્ઞાસુને આવી શકે છે. ઉદાહરણાર્થ, ભ્રાન્તશાન યા મિથ્યાજ્ઞાન ઉપરના ટિપ્પણમાં એક ખાસ્સું વિસ્તૃત પ્રકરણ તેમણે લખ્યું છે જેમાં ભ્રાન્તજ્ઞાનનું અસ્તિત્વ છે કે નહિ, મુખ્ય ભ્રમ અને વ્યાવહારિક ભ્રમ, વ્યાવહારિક ભ્રમની પ્રક્રિયા, ભ્રાન્તિનું કારણ, પ્રત્યક્ષેતર ભ્રમ,
Jain Education International
" For Private & Personal Use Only
www.jainelibrary.org