Book Title: Hemchandracharya Smaranika
Author(s): Dalsukh Malvania, H C Bhayani
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 24
________________ ૨૩ પદ્મભૂષણ - વિભૂષિત પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયા ગુજરાતી ભાષાના એક સાહિત્યસર્જકે કહ્યું છે : “અસાધારણ માણસ વાતાવરણ સર્જે છે, સાધારણ માણસ વાતાવરણને ઝીલે છે.' આ ઉક્તિનો પૂર્વાશ અસાધારણ પાંડિત્ય તેમજ સૌજન્ય ઘરાવતા પં. શ્રી દલસુખભાઈ માલવણિયાના સંદર્ભમાં બંધબેસતો થાય તેમ છે. એક સાધારણ સ્થાનકવાસી જૈન પરિવારમાં ઈ. ૧૯૧૦માં જન્મ, ગરીબીમાં ઉછેર, નાની વયમાં પિતાનું નિધન; સાત-સાત વર્ષ સુધી અનાથાશ્રમના આશરે રહીને મેળવેલું પ્રાથમિક શિક્ષણ; ત્યારબાદ આગળના અભ્યાસ માટે વર્ષો સુધી રાજસ્થાનનાં વિવિધ શહેરોમાં તથા કચ્છ, ગુજરાત, બનારસ અને શાન્તિનિકેતન સુધીનું પરિભ્રમણ-આ બધું તપાસીએ તો કપરા આર્થિક સંજોગો એક હોનહાર વ્યક્તિની કેવી કેવી કઠિન કસોટીઓ કરે છે તેનો નકર અંદાઝ મળી શકે. આમ છતાં, આ કપરા સંજોગો અને આકરી તાવણી વચ્ચે જ પોતાના અસલી હીરનું દર્શન કરાવી, જ્યાં ગયા ત્યાંના વિચક્ષણ સંતો, અધ્યાપકો તથા સંચાલકોના મનમાં વસી જઈને ઉત્તરોત્તર જ્ઞાનાર્જનનાં ઊંચાં ને ઊંચાં શિખરો સર કરતાં કરતાં શ્રી દલસુખભાઈ પર પ્રજ્ઞાચક્ષુ પંડિત શ્રીસુખલાલજીની દૃષ્ટિ પડી. તેમણે તેમનું હીર પારખ્યું, અને પોતાના પડખે લીધા. પંડિતજી તે વખતે બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાં જૈન ચેરના અધ્યક્ષ અધ્યાપક. દલસુખભાઈની વિદ્યાકીય સજ્જતા તો પર્યાપ્ત હતી જ. જરૂર હતી માત્ર દૃષ્ટિસિંચનની. પંડિતજીએ એ કામ એક કુશળ હીરાઘસુની માફક કર્યું; અને એના ફલસ્વરૂપે એક તરફ દલસુખભાઈએ પંડિતજીના સહસંપાદક તરીકે તેમજ સ્વતંત્ર સંપાદક તરીકે પણ ઉચ્ચ દાર્શનિક ગ્રંથોનાં વૈશ્વિક-માન્યતા પ્રાપ્ત સંપાદનો આપવા માંડ્યાં; તો બીજી તરફ જૈન ચેરના પંડિતજીના અનુગામી અધ્યક્ષ તરીકે તત્કાલીન ઉપકુલપતિ ડૉ. રાધાકૃષ્ણને દલસુખભાઈની નિયુક્તિ ભારે ઉમળકાપૂર્વક કરી. નિજી અધ્યયનની સમૃદ્ધિ અને પંડિત બેચરદાસ દોશી તથા પંડિત સુખલાલજી જેવા ગુરુજનોનું સતત સાંનિધ્ય-માર્ગદર્શન-આ બન્ને કારણે દલસુખભાઈ જોતજોતામાં જૈન આગમો, બૌદ્ધ તથા વૈદિક સર્વ દર્શનો, પ્રાકૃત અને પાલી ભાષાઓ, આ બધા સાહિત્યના ઈતિહાસ તથા વિકાસની પ્રક્રિયા, ઈત્યાદિ વિષયોના અધિકારી જ્ઞાતા, સંશોધક તથા અધ્યાપક બની ગયા. સને ૧૯૫૨માં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42