Book Title: Hemchandracharya Smaranika
Author(s): Dalsukh Malvania, H C Bhayani
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 27
________________ ૨૬ બ્રાન્તજ્ઞાનના પ્રામાણ્ય-અપ્રમાયનો વિચાર - આ બધા મુદાવિશે નાના દર્શનોના મતોનું બુદ્ધિતોષક વિવેચન છે. અહીં વ્યાવહારિક ભ્રમનું નિરૂપણ કરતાં તેમણે ચાર્વાકસંમત અખ્યાતિવાદ, માધ્યમિકસંમત અસખ્યાતિવવાદ, સાંખ્યસંમત પ્રસિદ્ધાર્થખ્યાતિવાદ, યોગાચારસંમત આત્મખ્યાતિવાદ, બ્રહ્માદ્વૈતવાદિસંમત અનિર્વચનીયખ્યાતિવાદ, મીમાંસકસંમત અલૌકિકાWખ્યાતિવાદ, પ્રાભાકરસંમત વિવેકાખ્યાતિવાદ અને નૈયાયિક-જૈનાદિસંમત વિપરીત ખ્યાતિવાદને વિસ્તારથી સમજાવ્યા છે. ટિપ્પણોની જેમ જ આ સંપાદનની પ્રસ્તાવના પણ ખૂબ મહત્ત્વ ધરાવે છે. તે ચોથી-પાંચમી શતાબ્દી સુધીમાં જૈન દાર્શનિક વિચારધારાનો જે વિકાસ થયો તેનું સુપેરે નિરૂપણ કરે છે. તેથી તેનું એક સ્વતંત્ર પુસ્તકરૂપે પણ પ્રકાશન થયું છે જેનું નામ છે : “કામિ યુગ ઋા નિરર્શન' આનો ગુજરાતી અનુવાદ થવો જરૂરી તેમનું બીજું મહત્ત્વનું પ્રદાન છે આચાર્ય જિનભદ્રકૃત ગણધરવાદનો સંવાદાત્મક ગુજરાતી અનુવાદ ટિપ્પણ અને તુલનાત્મક પ્રસ્તાવના સાથે. ગણધરવાદમાં જૈન પરંપરાસંમત જીવ-અજીવ આદિ તત્ત્વો વિશે ગણધરોની શંકાઓનું સમાધાન ભગવાન મહાવીરના મુખે કરાવવામાં આવ્યું છે. દરેક તત્ત્વની સ્થાપના કરતી વખતે વિરુદ્ધમતવાદીઓના મતોનો ઉલ્લેખ કરી ભગવાન તર્કપુરસ્સર પોતાનું તાત્ત્વિક મન્તવ્ય રજૂ કરે છે. આ ગ્રંથની દલસુખભાઈની પ્રસ્તાવના તેમની સંશોધનાત્મક અને તુલનાત્મક દૃષ્ટિનો ઉત્તમ નમૂનો છે. તેમાં તેમણે દાર્શનિક મતમતાન્તરોનું તટસ્થ વિવેચન કર્યું છે. ત્યાં આત્મમીમાંસા, કર્મસિદ્ધાન્ત અને મુક્તિવિચાર વિશે બધી જ ભારતીય વિચારસરણિઓને લક્ષમાં લઈ સમગ્ર વિચારણા કરી છે. આ તે પ્રસ્તાવના છે જે વાંચી શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ પણ ખૂબ પ્રભાવિત થયા હતા અને લા. દ. વિદ્યામંદિરના પ્રથમ અધ્યક્ષ તરીકે તેમને નિમંત્રવાનો પાકો નિશ્ચય તેમણે કર્યો હતો. મુનિશ્રી પુણ્યવિજયજીએ લખ્યું છે કેઃ “આખી પ્રસ્તાવના જોયા પછી મારા ઉપર એ અસર પડી છે કે ભાઈશ્રી માલવણિયાએ ગણધરવાદ જેવા અતિગહન વિષયને કુશળતાપૂર્વક અતિસરળ બનાવી દીધો છે, તદુપરાંત તેમણે ગણધરવાદમાં ચર્ચાયેલા પદાર્થોના વિકાસ અને ઉદ્ગમ વિશે વૈદિક કાળથી લઈ જે સપ્રમાણ દાર્શનિક અને શાસ્ત્રીય ઇતિહાસ રજૂ કર્યો છે તે દ્વારા તાત્ત્વિક પદાર્થોનો ક્રમિક વિકાસ કેમ થતો ગયો અને એકબીજા દર્શનો ઉપર તેની કેવી કેવી અસરો થઈ એ સ્પષ્ટરૂપે સમજાઈ જાય છે. તે સાથે આપણને એ પણ સમજાઈ જાય છે કે સમ્યગુજ્ઞાન-દર્શનની ભૂમિકામાં રહેલા મહાનુભાવે તાત્ત્વિક પદાર્થોનું અધ્યયન, અવલોકન તેમ જ ચિંતન કેવી વિશાળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42