Book Title: Hemchandracharya Smaranika
Author(s): Dalsukh Malvania, H C Bhayani
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 35
________________ ૩૪ હતા. એમાં જવલ્લે જ એવું કોઈ સ્થાન મળતું હતું કે જ્યાં શુદ્ધિને અવકાશ હોય. જેમની સજ્જતા અને પ્રમાણભૂતતા માટે મને આદર હતો એવા આપણા અત્ય અગ્રિમ વિદ્વાનોના શબ્દકોશો પણ મારે જોવાના થયા હતા પણ ભાયાણીસાહેબનો આધારભૂતતા માટેનો આગ્રહતે તો એમનો જ. એ જે શબ્દાર્થો આપે તે આધારભૂત રીતે અને ચોકસાઈથી આપી શકાય તો જ આપે. અટકળ-અનુમાન, તરંગતુક્કામાં એ ફસાય નહીં, અસાધારણપણે આડમાર્ગે ખેંચાઈ જાય નહીં, કશું સાહસ તો કરે જ નહીં. દેશ-પરદેશનાં ઉત્તમ વિઘાકાર્યોના સંપર્કથી ભાયાણીસાહેબની આવી સૂક્ષ્મ-તીણ શાસ્ત્રબુદ્ધિ ઘડાઈ હોવાનું સમજાય છે. ખાસ કરીને પશ્ચિમમાં થતાં વિદ્યાધ્યયનો જાણે એમની સામે આદર્શ રૂપે હોય એવું લાગે છે, એના દાખલા ટાંકતાં એ થાકતા નથી અને એની પ્રશંસાભરી પરિચય નોંધ એ વારંવાર લે છે. આપણે ત્યાંનાં એવાં કાર્યો ભાયાણીસાહેબના મનમાં ઝાઝાં વસતાં નથી અને એ વિદેશી વિદ્વત્તાથી વધારે પડતા અભિભૂત થયેલા છે એવી ફરિયાદ પણ ક્યાંક-ક્યાંક સાંભળવા મળે છે. આવી ફરિયાદ કરતી વખતે આપણે ત્યાંની અનેક વિદ્યાપ્રવૃત્તિઓના ભાયાણીસાહેબ પ્રેરક પ્રોત્સાહક બન્યા છે, તે વીસરી જવાય છે. ઉપરાંત એ હકીકત છે કે પશ્ચિમમાં થતાં વિદ્યાધ્યયનોમાં બીજી રીતે કચાશ હોય તોયે અભ્યાસની દૃષ્ટિ અને પદ્ધતિ પરત્વે એમાંથી અવશ્ય કંઈક ને કંઈક શીખવાનું મળે. એવા નમૂના આપણે ત્યાં ઓછા જડતા હોય તો ભાયાણીસાહેબ શું કરે? તેથી, વિદેશી વિદ્વત્તા તરફ ભાયાણીસાહેબનો પક્ષપાત હોય તોયે એ સાર્થક અને ઉપયોગી પક્ષપાત છે એમ કહેવાય. ખરેખર આપણને મૂંઝવે એવી બાબત તો એ છે કે ભાયાણીસાહેબ પોતે સ્વીકારેલાં વિદ્યાનાં ઉચ્ચ ધોરણો સાથે કેટલીક વાર બાંધછોડ કરે છે. વિષયને પૂરતો ન્યાય ન મળે એવી એની સીમાઓ આંકવી, સૂચિ જેવાં સંશોધનનાં અગત્યનાં અંગ વિના ચલાવી લેવું, સંશોધનની કેટલીક ઝીણવટમાં ન જવું – આવુંઆવું ભાયાણીસાહેબ કરે છે કે કરવા બીજાને પ્રેરે છે ત્યારે એમણે આપણી સમક્ષ ઘરેલાં પશ્ચિમનાં વિદ્યાધ્યયનોના નમૂના જૂઠા પડતા લાગે છે. કદાચ ભાયાણીસાહેબનો થાક આમાં વ્યક્ત થતો હોય, કદાચ એમને ઘણાંબધાં કામ કરી નાખવાની ઉતાવળ આવી જતી હોય, કદાચ આમાં એમની વ્યવહારુ દૂષ્ટિ જ હોય. સંપૂર્ણતાવાદી થવાનાં જોખમો એ જાણતા જ હોય. સંપૂર્ણતાવાદી થવાથી કામો ઘણી વાર અધવચ્ચે રખડી પડતાં હોય છે. ભૃગુરાય અંજારિયાનો દાખલો આપણી નજર સામે છે. અને ટાંચાં સાધનો હોય તથા ઘણાં કામો કરવાનાં રહી જતાં હોય ત્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42