Book Title: Hemchandracharya Smaranika Author(s): Dalsukh Malvania, H C Bhayani Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad View full book textPage 4
________________ કલિકાસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય નવમ જન્મ શતાબ્દી સ્મૃતિ સંસ્કાર શિક્ષણનિધિ પરિચય કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યના જન્મને વિ. સં. ૨૦૪૫માં ૯૦૦ વર્ષ પૂર્ણ થયા. તેના ઉપલક્ષ્યમાં લોકોપકારક અને આપણી સંસ્કૃતિ તેમજ સાહિત્યની સેવારૂપે કાંઈ પ્રવૃત્તિ કરવાની પુનિત પ્રેરણા પ. પૂ. આચાર્ય શ્રી વિજય સૂર્યોદયસૂરીશ્વરજી મહારાજે આપતાં, અમોએ એક શૈક્ષણિક અને સાંસ્કૃતિક ઉદ્દેશો ધરાવતું ટ્રસ્ટ સ્થાપ્યું, અને તેમાં શ્રી હેમચન્દ્રાચાર્યનું નામ જોડ્યું છે. ટ્રસ્ટનું પૂરું નામ - કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય નવમ જન્મશતાબ્દી મૃત સંસ્કાર-શિક્ષણ-નિધિ છે. આ ટ્રસ્ટના ઉદ્દેશો નીચે આપ્યા છે: ટ્રસ્ટના ઉદ્દેશોઃ (૧) આપણા રાષ્ટ્રધન સમાન પ્રાચીન સાહિત્યનું અધ્યયન, સંશોધન, સંપાદન, પ્રકાશન, પુનર્મુદ્રણ કરવું તથા કરાવવું. (૨) પ્રાચીન સાહિત્યના સંશોધનાદિનું તથા સમાજને ઉપકારક શિષ્ટ સાહિત્યના નવસર્જનાદિનું ઉત્તમ વિશિષ્ટ કાર્ય કરનાર સંશોધક, સાહિત્યકાર, વિદ્વાન, સર્જક-લેખક યા લેખકોને વિશિષ્ટ પારિતોષિક-પુરસ્કાર એવોર્ડ અર્પણ કરવા, કરાવવા. (૩) પ્રાચીન-અર્વાચીન સાહિત્યના અધ્યયન, અધ્યાપન, સંશોધન, સર્જન, સંપાદન કરનારને કાર્યના ધોરણ પ્રમાણે શિષ્યવૃત્તિ આપવી. (૪) સંશોધક, સાહિત્યકાર, વિદ્વાન દ્વારા સંશોધિત, સર્જિત, સંપાદિત, ગ્રંથકૃતિ કૃતિઓનું મુદ્રણ-પુનર્મુદ્રણ કરવું, કરાવવું; તથા તે માટે અનુદાન આપવું. શૈક્ષણિક, વિદ્યાકીય ક્ષેત્રે વિશિષ્ટ પ્રતિભા ધરાવનાર, દાખવનાર વિદ્યાર્થી ભાઈ-બહેનને પ્રોત્સાહક પારિતોષિક, શિષ્યવૃત્તિ, શૈક્ષણિક સવલત આપ વાની જોગવાઈ કરવી. (૬) સામાજિક ક્ષેત્રે વિશિષ્ટ સત્કાર્ય કરનાર તથા સમાજને ઉપકારક નીવડે તેવી બહાદુરી દાખવનાર આશરે ૧૦ થી ૧૬ વરસની વયના કુમાર-કુમારીને પ્રોત્સાહક પારિતોષિક આપવા. (૭) આપણી સંસ્કૃતિની સેવા કરનારા તથા સમાજનું કલ્યાણ થાય તેવી સં સ્કારપોષકસ–વૃત્તિ કરનાર, વિભિન્ન ક્ષેત્રોની વિશિષ્ટ વ્યક્તિ-વ્યક્તિઓને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42